________________
૨૩૮
પ્રકરણ ૨૭ મું.
શેઠને જેટલું માન આપીએ એટલું ઓછું છે. રાજા મહારાજાઓથી ન બની શકે તેવું કામ કરવાને તે શક્તિમાન થયા છે. આચાર્યશ્રીનો શિષ્ય બનાવવાને અભિગ્રહ શેઠ લાલભાઈ જેવાજ પૂરે કરી શકે.
અભિગ્રહ પ્રમાણે એકસો આઠ ચેલા પિકી બાકી રહેલા છપ્પન ચેલામાંથી સાતને દીક્ષા અપાઈ. હવે બાકી ઓગણપચાસ રહ્યા. હું ધારું છું કે તેમની પ્રવૃત્તિ આ પ્રમાણે ચાલુ રહેશે તે થોડા માસમાં આચાર્યશ્રીના મનના મનોરથ પૂરા થશે. (તાળીઓ) આવા પુરૂષો જ્યારે જૈન જનતામાં પાકશે ત્યારેજ જૈનધર્મને અને જૈન સમાજને ઉદ્ધાર થશે તેમના જેવી હીંમત, કુનેહ, શ્રદ્ધા અને બુદ્ધિ હું બીજાઓમાં જેતે નથી. નાસ્તિક અને અધર્મીઓને આટલો બધો વિરોધ હોવા છતાં તેજ બહાદૂર નર આટલું બધું સાહસ ખેડી જૈનધર્મને દીપાવી શકે. હું તો તેમને નરકેસરી સમાન માનું છું. (તાળીઓ) આવા નરકેસરીને માનપત્ર આપી કદર કરવામાં આપણે પાછી પાની કરીએ તો તે આપણે આપણી ફરજમાંથી પાછા હઠયા બરાબર છે. લાયકને લાયક માન મળવું જ જોઈએ.” (તાળીઓ)
એમ એક શાસનપ્રેમીની સિંહગર્જના પૂરી થઈ કે બીજા ગૃહસ્થ ઉભા થઈ જણાવ્યું “દીક્ષાના પ્રેમી મારા જન બંધુઓ ? તમે લાલભાઇ શેઠને શું સમજે છે ? તે હોય તો જ આપણે જૈનધર્મ ટકી શકે, તેજ દુશ્મનના ઘા સહન કરી દુશ્મનને ઘા કરી શકે, વિરોધ હોવા છતાં દીક્ષાને વરડે તેજ ચડાવી શકે, ઉજમણુને આ ઠાઠ તેજ કરી શકે, અરે! ધર્મની ખાતર ચૌદશના દિવસે આચાર્યશ્રીની આજ્ઞાનુસાર તેજ પુણ્યાત્મા શેઠ લાલભાઈ કનકનગર જેવા શહેરમાં નવકારશ્રી જમાડી શકે, બીજો હોત તો માર ખાઈને ઘેર આવત. આવી તેમની ધર્મની ધગશ!! આવી ધગશવાળા ધમ અને અધિષ્ઠાતા દેવ રક્ષણ કરે તેમાં શી નવાઈ! માટે તેમને જેટલે ધન્યવાદ આપીએ તેટલો ઓછા છે. હું તે તેમને ધર્મના મોટા સ્તંભ રૂપ માનું છું.” (તાળીઓ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com