________________
૧૦૮
પ્રકરણ ૧૫ મું.
ઑફીસમાં લાવ્યા છીએ, પોલીસ અમલદારેએ સારી હીંમત બતાવી કામ કર્યું છે” એમ વધામણું ખાઈ બને તપાસના તૈયાર થયેલા કાગળ ચંદ્રકુમારના હાથમાં મુકી કહેવા લાગ્યો. “વાંચી જુઓ તમામ કાગળો. આવા ધર્માચાર્યો અને શ્રીમંત ગૃહસ્થો કેવું જુઠું બોલે છે તે જણાઈ આવશે.”
રસિકલાલ અને ચંદ્રકુમાર ઘણુજ ઇન્તજારીથી કાગળ વાંચવા લાગ્યા. નવા ચેલાની જુબાનીમાંથી નવી વાત નીકળી આવી. સરિતાનું નામ જણાયું, આથી ચંદ્રકુમારે શંકાથી જણાવ્યું “જેનાં માબાપ મરી ગયાં છે અને નિરાધાર સ્થિતિ થવાથી જે મારા ઘરે રહે છે તે આ સરિતા તે નહીં ? અમરાપુર ગામ તે વાત સાચી, બાપનું નામ મને યાદ નથી.” રસિકલાલે કહ્યું “કદાચ તે પણ હોય. આપણે તમારા પિતાને અમરાપુર તાર કરીએ કે “સરિતાને લઇને જલદી આવો.' જે તેજ સરિતા હોય તે ભાઈ બેન ભેગાં થાય.” આમ ધીમે ધીમે વાત કરી બંને જણે તમામ કાગળો વાંચી લીધા.
- રસિકલાલે આ બાબત પોલીસ ઈન્સ્પેકટરને ધન્યવાદ આપી પુછ્યું “તે કલ્યાણ મહારાજને કયાં રાખ્યા છે?”
ઈન્સ્પેકટર–“મેં મારા એક જન કલાર્કને સેપેલા છે, તે બહુજ લાયક છે એટલે તેમને જરાપણ હરકત આવશે નહીં.
રસિકલાલે વિવેક કરતાં કહ્યું “જે ત્યાં હરકત જેવું લાગે તો સુખેથી મારે ત્યાં મોકલજે.”
ચંદ્રકુમાર “હવે આગળની શી તજવીજ કરી છે?”
ઈસ્પેકટર–“અમોએ અમરાપુર તાર કરી કલ્યાણ મહારાજના માબાપને તેડાવ્યાં છે.”
ચંદ્રકુમાર–“કેના ઉપર તાર કર્યો છે?” ઇન્સ્પેકટર “ફોજદાર ઉપર તાર કરેલો છે તે ખબર આપશે.”
ચંદ્રકુમાર– “હું જે ધારું છું તે જે હોય તે તેનાં માબાપ મરી ગયેલાં છે. હું તેની બેન સરિતા ઉપરથી અટકળ કરું છું. તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com