________________
-~
~
~
~
જામનલાલ : હું તેમની ને અહી રાઉન હતો તે
પકડાયેલી છુપી દીક્ષા.
૧૦૭ આ વખતે ફોજદારની જેડે એક જૈન કારકુન હતો તે કહેવા લાગ્યો “સાહેબ! હવે આ કલ્યાણને અહીં રાખ ઠીક નથી, માટે આપની પાસે રાખો. હું તેમની સંભાળ લઈશ.”
ચીમનલાલ–“તમારી ધ્યાન પહોંચે તે પ્રમાણે કરે.”
“મારે તે હવે કઈ પણ રીતે આ ઘરમાં રહેવું નથી અને આ કપડાં રાખવાં નથી” એમ કહી એ ફેંકી દઈ કલ્યાણ કહેવા લાગ્યો “મારે કેટ ખમીસ છેતીઉં ટોપી વીગેરે છે તે મારી પેટીમાંથી મંગાવી આપે તે હું પહેરી લઉં.”
ફેજદારે તેનાં કપડાંની પેટી મંગાવી પરંતુ તેનાં કપડાં નહીં બદલતાં મહારાજના પિશાકમાં મોટરમાં બેસાડી પિતાની સાથે ઍફીસમાં લઈ ગયો અને પેટી સાથે લીધી.
આ વખતે આચાર્યની તપાસ કરવા ગયેલા બીજા ફેજદાર વગેરે ફિસમાં આવી ગયા હતા. સર્વે એકઠા મળી જે જે સ્થળોએ તાર મુકવાના હતા તે તે મુકી દીધા અને ઘટતી તજવીજ કરી દીધી
ધર્મશાળામાં તથા શેઠ ચીમનલાલને ત્યાં પોલીસનો દરેડ પડવાની વાત તથા છુપી દીક્ષાવાળા નાના ચેલાને મેટરમાં બેસાડી પોલીસ લઈ ગઈ તે વાત ખુબ ચર્ચાવા માંડી. રસિકલાલ અને માલતી પણ તે જ વાત કરવા લાગ્યાં. તેઓ હમેશના નિયમ પ્રમાણે મેટરમાં બેરી ફરવા જવાની તૈયારીમાં હતાં તેવામાં ટ્રેડીંગ કંપનીના મેનેજરના બંગલેથી ટેલીફેન આવવાથી રસિકલાલ ચંદ્રકુમારને તેડીને એકદમ મેનેજરના બંગલે ગયો. મેનેજર બંગલા ઉપર અગાશીમાં બેઠા હતા તેમને જોઈને બોલ્યો “મારા ઉપર પોલીસ ઈન્સ્પેકટરને ટેલીફેન હતું કે તેમને બેલા હું આવું છું.” તેથી મેં તમને ટેલીફોન કરી બોલાવ્યા છે તે હમણાં આવતા હશે.
એટલામાં તે તેમની મોટર ભૂ ભૂં કરતી આવી. ઉપર આવી પોલીસ ઇન્સ્પેકટર ખુબ હસી પડી મેનેજરને કહેવા લાગે “આજે તેમના સાધુની છુપી દીક્ષા પકડી કાઢી છે અને નાના સાધુને અમારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com