________________
૩૩૪
પ્રકરણ ૩૩ મું.
ચતુરા–“મને હવે રડીને મારું હૃદય ખાલી કરવા દે, મારી ભૂલો માફ કરે, હું હવે તમારે એક બોલ પણ ઉથાપીશ નહીં. તમારા મંદવાડ વખતે દીક્ષા લઈ તમારી દરકાર ન કરી અને મારા મંદવાડ વખતે તમે મારી ચાકરી કરવા લાગ્યા. આ મારાં પાપ શી રીતે ઘેવાશે અને તમારા ઉપકારને બદલે વળશે ?”
રમણિકલાલ-“ચતુરા! આમ ન કર ! આથી વધારે દુઃખ થાય.”
ચતુરા–“મને રડી લેવા દે, આથી મારું દુ:ખ ઓછું થાય છે. જ્યારથી તમારું નામ સાંભળ્યું છે ત્યારથી મારું દુઃખ મટી ગયું છે. મને રડવા દો, રેકશે નહીં.” એમ આગ્રહ કરી નીચું માથું રાખી રમણિકલાલના ગળામાં બે હાથ ભરાવ્યા. રમણિકલાલની આંખમાં પણ આંસુ ભરાયાં. થોડી વાર થઈ કે ધીમે રહી ચતુરા પિતાનું કમળ મુખ ઉંચું કરી વક્ર નજરે રમણિકલાલની સામું જોવાની તૈયારી કરતી હતી એટલામાં તો રમણિકલાલના અધરની અધીરાઈ ખુટી ગઈ. આવા અધીરા બનેલા અધરથી આવેલી તકનો લાભ લેવાઈ ગયે. ચતુરા રોમાંચ બની અધરરસનું પાન કરી મંદહાસ્યયુક્ત દૃષ્ટિ મેળવી શરમાઈ ગઈ અને બંનેના કપલ સાથે જોડાઈ ગયા કે રમણિકલાલે તેના વાંસા ઉપર મંદમંદ હાથ ફેરવી ધીમે રહી કહ્યું “આવું ગાઢ આલિંગન તે ક્યાં સુધી?”
ચતુરા–“ જ્યાં સુધી મન કહેશે ત્યાં સુધી.”
આમ આનંદ કરે છે એટલામાં બહારનાં કમાડ ખખડ્યાં કે કે ચતુરા છુટી પડી. રમણિકલાલે ઉઠીને કમાડ ઉધાડીને જોયું તો કેઈજ નહોતું, પાછાં બંધ કરી રમણિકલાલ ખાટલા ઉપર આવીને બેઠે ને પુછયું “અત્યારે તારે માટે દુધ કે કાંજી બનાવવાની છે ?”
ચતુરા–“ફઇબા આવીને દુધ બનાવી આપશે, મારે માટે તમે ઘણું જ કાળજી કરે છે. પણ તમે બહુજ જબરા લાગે છે. તમારા જેટલી મને ધીરજ ન રહે. છાની રીતે મિત્રધારાએ ખૂબ મદદ કરી સારવાર કરી, પણ મળવાની ઇન્તજારી બતાવી નહીં. મને ખબર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com