________________
૧૩૮
પ્રકરણ ૧૭ મું.
છે, અને કહે છે કે “શું તેમની સુંદર વાણું ! શું તેમને કંઠ ! શું તેમને જુસ્સો ! શું તેમનું જ્ઞાન! શું તેમનો ઉપદેશ !” આમ સાધુઓ અજ્ઞાન ભેળા માણસોને વાક્યાતુર્યથી ફસાવે છે માટે આપણે પણ તેમના જેવા બરાડા પાડતાં શીખવું, સભાઓ ભરવી, લોકોને સમજાવવા, લેખ લખી ખૂબ પ્રજામત કેળવવો અને ખરી વસ્તુ પ્રકાશમાં લાવવી, માટે યુવકે કહે તે પ્રમાણે આપણે પગલાં ભરવાં.”
રસિકલાલે હસીને જવાબ આપ્યો “ ચાલે આજથી ચંદ્રકમાર કહે તેમ કરવું. બોલે યુવક બંધુઓ ! શી મરજી છે ?”
આ શબ્દો સાંભળી યુવકે ત્યાં બેઠા, અને તેમણે વાત ઉપાડી જે પ્રમાણે તે લોકે મહાજન મેળવે તે પ્રમાણે આપણે આપણે સમાજ મેળવવો, ઠામઠામ ભાષણો આપવાં, છાપામાં પતિત સાધુનાં સત્ય પિત જાહેરમાં મુકવાં, જેથી તે ફીટકારને પાત્ર થાય. જે જે સાધુઓ અને આચાર્યો પિતાના આચારમાં રહી જૈન સમાજનો ઉદ્ધાર કરી રહ્યા છે તેમની પાસે વ્યાખ્યાને કરાવવા અને લોકોની આંખો ઉઘાડવી. આ અમારા પોકારને સારે છે.”
રસિકલાલ–“ તમારી હકીકત સમજો. સાંભળો, કલેકટરના હુકમ પ્રમાણે પાંચ દિવસ સુધીમાં દસ હજારના બે જામીન આચાર્યો આપવાના છે એટલે તેમની મદદમાં ઘણું શ્રીમંત આવશે, તેમને આવવા દો, મહાજન ભરવા દો, આપણે પણ તે સભામાં જવું અને સામા થવાનો પ્રસંગ આવે તો સામા થવું. હું લગભગ આખો દિવસ ઘર આગળ હોઉં છું. ગમે તે વખતે આવો અને ઘડીઘડીની ખબર આપતા રહો. ખરચ કરવા માટે તમારે કાળજી કરવાની નથી. જેટલાં એ પગલાં ભરશે તેથી આપણે બમણાં પગલાં ભરીશું. કાલે મારે ત્યાં આવો અને શું કરવું તે નકકી કરીએ.”
રસિકલાલના આવા ઉત્સાહના શબ્દો સાંભળી યુવકોએ તાળીઓ પાડી અને સંતોષ પામી ત્યાંથી ચાલતા થયા. થોડી વાર પછી રસિકલાલ માલતી વગેરે પણ ચંદ્રકુમારના ઘર તરફ વિદાય થયાં. ત્યાં જઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com