________________
નદીકિનારે યુવકમંડળ. જાગૃતિ અને પ્રેરણ.
૧૩૯
~~~~
~
~~~
ચંદ્રકુમાર રસિકલાલ અને અવંતીલાલ અગાશીમાં ખુરશીઓ નાખી બેઠા. અવંતીલાલ ઠરેલ વિચારના અને પૂરા અનુભવી હતા. વયેવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ હતા. લગભગ તમામ સાધુઓના સહવાસમાં આવેલા હતા, તેથી કેટલાક પતિત સાધુઓની પોલ સારી રીતે જાણતા હતા. તેમાંના કેટલાક તો તેમનાથી દબાયેલા હતા, કારણ કે સાધુ સમજી, બહાર ધર્મની હેલના થશે તે જાણી જવા દીધેલા હતા, વાતને પ્રસંગ નીકળતાં તે બોલ્યા “આ આચાર્ય વિનાકારણ ખૂટી ધમાલ કરે છે, તે કેટલા આચારમાં છે તે તેમના સંબંધમાં આવનાર દરેક જાણે છે, તેમની પાસે જે ચકેરવિજય સાધુ છે તે સર્વ અવગુણ સંપન્ન છે. તેમના ભવાડાને પાર નથી. અમારે ત્યાં તે ચોમાસું હતા ત્યારે મેં આચાર્યને ખાનગીમાં સાફ કહેલું કે ચકોરવિજયને કાઢે, નહીં તે તમે પણ વગેવાશે, પણ તે ક્યાં કોઈનું માને તેવા છે ? તેમના ગુમાનમાંથી હાથ કાઢતા નથી. તેમના પક્ષમાં કેટલાક શેઠીઆ, છે તે તેમને ચડાવે છે એટલે તે ચડે છે અને અવિચારી પગલાં ભરે છે. હું ધારું છું કે એક બે દિવસમાં તેમના કેટલાક ખાંધીઆ. આવશે અને ધાંધળ મચાવશે પણ ખરા. સંધમાં કલેશ કરાવશે. બાકી તેમનાથી બીજું કાંઈ પણ થવાનું નથી. પોલીસ આગળ શું કરી શક્યા? કલ્યાણને આપવો પડે. કલેકટર ઉદાર દિલને હોવાથી આચાર્ય જાણું કેટલુંક દરગુજર કરતો હતો. કડક હોત તો તેમને સમજ :: Sણા શ્રીમંત ભકતો એવા ઘહેલા છે કે સાધુ આચારમાં ન હ , ય તે પણ તેને નિભાવી તેમના દુરાચારને ઢાંકી રાખે છે, આ તિઓ જેરમાં આવે છે અને દુરાચારેમાં વધારે કરતા જાય છે, અને પ્રસંગ આવે ભગવતીદાસ જેવા ગરીબ માણસની બેકારીને લાભ લઈ તેને દબાવી પૈસાના બળે કરે ઉપાડે છે.”
આ પ્રમાણે તેમના અનુભવની કેટલીક વાતો સાંભળી પરિસ્થિતિથી વાકેફગાર થઈ રસિકલાલ નીચે આવી માલતીને લઈ ઘેર ગયે.
* બહાર તય તેમ આવે
-
?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com