________________
૧૪૦
પ્રકરણ ૧૮ મું.
પ્રકરણ ૧૮ મું.
જૈન મહાજન અને આચાર્યની ઉશ્કેરણી. . * Pride goeth before destruction and an haughty spirit before a fall.
( Bible-Proverbs ) नि निर्मिता केन न दृष्टपूर्वा । न श्रूयते हेममयी कुरंगी । तथापि तृष्णा रघुनंदस्य । विनाशकाले विपरीत बुद्धिः ॥
કલેકટરની કચેરીમાં દીક્ષા પ્રકરણ પૂરું થયા પછી બીજા દિવસે “પ્રજા પોકાર” વર્તમાનપત્રમાં તે તપાસને સંપૂર્ણ હેવાલ સાંજે પ્રકટ થયો, તંત્રીએ અગ્રલેખ લખવામાં અને ટીકા કરવામાં બાકી રાખી નહીં. કલ્યાણની ગુપ્ત દીક્ષાનો ભવાડે જાહેરમાં આવ્યો. આચાર્ય અને ચીમનલાલની પૂરી ફજેતીને ચંદરવો બંધાયો. “આચાર્યના દસ હજારના જામીન – અયોગ્ય દીક્ષાનું ધતીંગ – આચાર્યનાં પરાક્રમે – અસત્યમાં પણ સત્ય – ભાઈ બેનને મેળાપ” એવા આકર્ષક મથાળાવાળા લેખે તે અંકમાં ઉભરાઇ ગયા. જાણે દીક્ષા પ્રકરણને ખાસ અંક કાઢયો હોય તે પ્રમાણે તે અંકમાં દીક્ષાના અને સાધુના લેખે પાને પાને જોવામાં આવ્યા. શહેરમાં જૈનેતર પ્રજા આ બનાવથી આચાર્યને અને ચીમનલાલ શેઠને ખૂબ તિરસ્કાર કરવા લાગી. કેટલાક તો ખાસ કલ્યાણને જોવા માટે ચંદ્રકુમારને ત્યાં જતા હતા. બે દિવસમાં બહારગામથી આચાર્યના શ્રીમંત્ “બાવી
ડધીની પહોંચ્યા. તેમની સાથે તેમના આશ્રિત યાને ખાંધીએ પણ આવ્યા.
• વિનાશ પહેલાં અભિમાન અને પડતીના પહેલાં ગુમાની મિજાજ ઉત્પન્ન થાય છે, અર્થાત અભિમાન એ વિનાશનું અને ગુમાનીમિજાજ એ પડતીનું આગામી સૂચન છે.
fસોનાને મૃગ ઉત્પન્ન થયેલ નથી, કોઈ એ જોયો કે સાંભળ્યો પણું નથી છતાં તે મેળવવા રઘુનંદનની ઈચ્છા થઈ. માટે મનુષ્યને વિનાશના વખતે
અવળીજ બુદ્ધિ સુઝે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com