________________
૬૨
પ્રકરણ ૯ મું.
“અરે જમાઇએ તે રજા આપી છે. હૈોસ્પીટલમાં તે માંદા છે, મરે તેવો છે, એવું કાંઈક હશે ત્યારેજ માબાપ દીક્ષા અપાઆવતાં હશે. રંડાપ ભોગવ્યા કરતાં દીક્ષા શી ખેતી ? ધુમાડે ધુમાડે “ધર્મલાભ ” દેશે, ઉપાશ્રયમાં રહેશે અને લહેર મારશે.” એ બીજી બાજુથી જવાબ મળ્યો.
અરે ધણીની ચાકરી કરવી આકરી લાગી, ધણુને સંગ્રહણ જેવું દરદ થવાથી બાઈથી કંટાળી દવાખાનામાં રહે છે.”
આમ ભાતભાતની ટીકાઓ સ્ત્રીમંડળમાં ચાલી રહી. સમય પૂરે થયો કે ગરબાની પૂર્ણાહૂતિ થઈ.
બીજા દિવસે સવારના સાત વાગ્યા કે પાણી વહેરવાના બહાને ધર્મલાભ” કહી ચકોરવિજયે કસ્તુરચંદના ઘરમાં પ્રવેશ કર્યો. તારા રસોડામાં ચા બનાવતી હતી, ચા ચુલા પરથી નીચે ઉતારી બહાર આવી બોલી “પધારે મહારાજ! શાને ખપ છે? દુધ ચા તૈયાર છે.”
મહારાજે આડી અવળી નજર કરી પુછયું “શેઠ કયાં છે?”
તારા હસીને બોલી “ગભરાશે નહીં, શેઠ દિશાજગલ ગયા છે, હમણાં આવતા હશે, તમે જે અત્યારે ન આવ્યા હોત તો હું તમને તેડવા આવવાની હતી.”
મહારાજે ધીમે રહી કહ્યું “મારે તે તમારી સાથે મુદ્દાની વાત કરવાની છે, કાલે સાંજે તમારા બંને વચ્ચે બનેલી હકીકત શેઠે આચાર્યને કરી છે તે વખતે હું જોડે બેઠો હતો, તે વાત મેં જાણી લીધી છે, હવે તમે શે વિચાર રાખે છે?”
“મારે તો તમારી સલાહ પ્રમાણે વર્તવાનું છે. જે કહે તે પાસે રહી તેમને દીક્ષા અપાવું અને તેમાં ભાગ લઉં; અગર કહો તે રીસાઈને બહાર ગામ ચાલી જાઉં.”
હું એવા નિશ્ચય ઉપર આવ્યો છું કે જો તમે રીસાઈને જશે તે બધે તાલ બગડશે. પૈસા અને ઘરને કબજે જતો રહેશે,
માટે તમે પાસે રહી દીક્ષા અપાવો. આમ કરવાથી અમે જ્યાં વિહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com