________________
તારાનું વાક્યાતુર્ય.
તારા વિચારમાં પડી અને ચોકસ ખુલાસે નહીં આપતાં જણાવ્યું “કાલે તમને જવાબ આપીશ, હવે તો ધર્મશાળામાં જવાને વખત થયો છે. ધરમચંદ શેઠનાં વહુ મારી રાહ જોતાં હશે.” એમ કહી ગરબાને પોશાક ધારણ કરવા લાગી. થોડી વાર પછી બંને જણ ઘરમાંથી ધર્મશાળામાં ગયાં.
કસ્તુરચંદ શેઠ મેડા ઉપર સાધુ પાસે ગયા. પડિકમણું કરી આચાર્યની પાસે એકાંતમાં વાત કરવા લાગ્યા. શેઠે સાંજે બનેલી વાત મહારાજને કહી. આ વખતે મહારાજના માનીતા ચેલા પેલા ચકારવિજયજી પાસે બેઠેલા હતા તે સમજી ગયા. તેમના મનને આવ્યું કે જે તારા, પાસે રહી દીક્ષા નહીં અપાવે તે બાજી બગડશે, કિનારે આવેલું નાવ ડુબી જશે માટે તેને ચેતાવવાની જરૂર છે.
નવને સુમાર થયો કે ભાવના પૂરી થઈ અને ગરબાની શરૂઆત થઈ. તારાબાઈ તો તૈયાર જ હતાં. તેને સ્વર કાને પડતાં જ ચકારવિજયજી દુર ઉભા રહી બારીમાંથી નજર નાખવા લાગ્યા. આજે પ્રેક્ષકવર્ગમાં દીક્ષાની જ વાતો ચાલવા માંડી. કેટલાક તો આંગળી કરી બતાવતા હતા કે “જુઓ પેલી ભરજુવાન ગાનારી તારા! તેમના ધણું કસ્તુરચંદ પરમ દિવસે દીક્ષા લેવાના છે. તેની જોડે પેલી ચતુરા ચાલે છે તે પોતે દીક્ષા લેવાની છે.”
એક બાઈએ ઉદગાર કાઢયા “ હાય હાય ! તારા તે બાપડી નાની બાળક છે, ઘણું દીક્ષા લેશે એટલે તેને આખો ભવ બગડશે.”
સામે જવાબ મળે કે “પરણું ત્યારથીજ ભવ બગડેલો છે. ડોસો તો નામને છે. તેને તો ચોથા વ્રતની બાધા છે.”
વૃદ્ધાવસ્થા એટલે ચોથાવતની બાધા જેવું જ સમજવું” એમ કોઈએ મશ્કરીમાં ઉદ્દગાર કાઢયા.
“હાય હાય! માબાપ, પાસે રહી પેલી યુવાન ચતુરાને દીક્ષા અપાવે છે અને જમાઈનું ઘર ભગવે છે.” એવો એક બાજુથી બીજો ધ્વનિ નીકળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
લાગ્યા.
કે “જુઓમાંડી.