________________
પ્રકરણ ૧ લું. “ભાઈ રસિકલાલ ! ખાતાં પીતાં, બેસતાં ઉઠતાં, હરતાં ફરતાં દરેક બાબતમાં તમે તે તમારી કાવ્યકલાનું પ્રદર્શન કરી રહ્યા છે, સહેજ વાતમાં પણ ઝડઝમક ભરેલા શબ્દોનો છુટથી ઉપયોગ કરે છે. પણ તમને આજે સજોડે આવવાનું મન ક્યાંથી થયું ? ઘણા દિવસે સજોડે બહાર નીકળ્યા જણાઓ છે.”
“ના ના, હમણાંથી તે સાથે જ ફરવા જવાને મહાવરો રાખેલો છે” એમ કહી બંને બેંચ ઉપર બેઠાં.
“તમારા જેવી મંડળીની જ રાહ જોઈને બેઠે હત; આજે તો મારું મન એવું વિગહળ બની ગયું છે કે તે શીવાય બીજા વિચારોજ આવતા નથી.”
રસિકલાલની સ્ત્રી માલતીએ વચ્ચે ધીમે રહી પુછ્યું “સરલા ભાભી તે ખુશીમાં છે ને ? ”
તે તો ખુશીમાં છે, પણ આજે મારા ઉપર મારા પિતાશ્રીને અમરાપુરથી પત્ર છે ” એમ કહી ખીસામાંથી કાગળ કાઢી મુદ્દાની લીટીએ ચંદ્રકુમાર વાંચવા લાગ્યો–
બિચારી સરિતાની મા મરી ગઈ, ચાર દિવસ માંદગી ભોગવી ઇન્ફલ્યુએંઝાથી અચાનક ઉપડી ગઈ. સરિતા તદન નિરાધાર થઈ પડવાથી તેને આપણે ત્યાં રાખી છે, તેની સંભાળ લે તેવું કોઈ રહ્યું નથી. ગરીબની કેણ સંભાળ લે ?”
રસિકલાલે દિલગીર થઈ પુછયું “સરિતા કોણ? કેટલી ઉમર છે ?”
તેની ઉંમર આશરે પંદર વર્ષની હશે. તેના માબાપ અમરાપુરમાં અમારી પાસે ભાડાના ઘરમાં રહેતાં હતાં. બાપ દર માસે પંદર રૂપીઆ ગુમાસ્તીના મેળવી કુટુંબનું પોષણ કરતો હતો. ગરીબનું નસીબ ગરીબજ હોય છે. ગઈ સાલ તે ક્ષયના રેગથી મરણ પામે, તેથી મા દીકરી નિરાધાર સ્થિતિમાં આવી પડયાં. અમે તેમને અવારનવાર મદદ કરતાં, આવી રીતે દુઃખમાં તેઓ દિવસ કાઢતાં હતાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com