________________
વસંતપંચમી અને ઉદ્યાનમાં વાર્તાલાપ.
તેવામાં મા મરી ગઈ. હવે સરિતાની શી દશા થશે તેના વિચાર આવ્યા કરે છે. બાપના મરી ગયા પછી સરિતાએ નિશાળ છોડી દીધી છે. ગુજરાતી સાત ચોપડીને અભ્યાસ પૂરો કર્યો છે, સંસ્કારી છે, બુદ્ધિશાળી અને ચાલાક છે, પણ દુઃખી અવસ્થાને લીધે તેના મુખ ઉપર લાચારી છવાઇ રહેલી છે.”
માલતી દયા લાવી બેલી “ ત્યારે તે તમારા પિતાશ્રીએ ઘણુંજ સારું કર્યું કે તેને તમારે ત્યાં રાખી છે. તેવાઓને તો પૂરતી મદદ કરવી જોઈએ. ઉમર લાયક થયેલી છે તેથી સારું ઠેકાણું શોધી તેને પરણાવી સાસરે મોકલશે એટલે લાંબી ચિંતા કરવા જેવું રહેશે નહીં. સારે પતિ મેળવી આપવો જોઈએ, જે બને તો અત્રે લા. સરલા ભાભી એકલાં છે તેથી તેમને પણ ગમશે.”
માલતી બેન ! હું પણ સરિતાને અત્રે લાવવા માગું છું. એટલું ઠીક છે કે તેનું સગપણ તેના બાપે કરેલું છે, તેને વર આશરે વિસ વર્ષને છે, એક મોટા વેપારીની કંપનીમાં નોકરી કરે છે, તેનું નામ ભુલતે ન હોઉં તો અમૃતકુમાર છે, તેના કાકાના ભેગે રહે છે, ઘણે ભાગે તેનાં માબાપ મરી ગયેલાં છે.”
તમે તેને જે છે ?”
“ના, મેં તેને જે નથી. મારા પિતાશ્રીએ જોયેલો છે, તેમની સલાહથી જ સગપણ થયેલું છે. માણેકપુર રહે છે, દેખાવમાં પણ ઠીક છે, સ્વભાવે પણ સારો છે એમ તે કહેતા હતા. આથી તે તરફની ચિંતા કરવા જેવું નથી.”
“ ત્યારે તો કદાચ આ સાલ લગ્ન પણ થાય.”
હું તેજ બધા વિચારમાં ગુંથાયેલો છું. હું એકવાર ત્યાં જઈ આવું અને પિતાશ્રીની સલાહ મેળવી સરિતાને અહીં લઈ આવું. તે બિચારી ઘણુંજ કલ્પાંત કરતી હશે. કેઈ નીકટનું સગું નથી. ઉપર
આભ અને નીચે જમીન એવી નિરાધાર અવસ્થા થઈ પડી છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com