________________
अमृत-सरिता
અથવા
અચેાગ્ય દીક્ષા પર દૃષ્ટિપાત. (પ્રથમ તરંગ. )
॥ ૩ ॥
ॐकार बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव काराय नमो नमः ॥
પ્રકરણ ૧ લું.
વસંતપંચમી અને ઉદ્યાનમાં વાર્તાલાપ. ( હરિગીત ) વિચાર મનમાં ઉદ્ભવેલા વાતમાં ઉભરાય છે, ઉદ્ગાર તેના જો કદી વર્તન મહીં મુકાય છે, પછી ખંતથી તે જીગરથી જો કાર્ય આરંભાય છે,
તે જાણજો પરિણામ સારૂં, એજ કુદરત ન્યાય છે.—લેખક
સંધ્યાસમયે સુંદર બગીચાની અંદર રમ્ય સ્થળે એક ખેંચ ઉપર ચદ્રકુમાર બેઠા બેઠા વિચાર કરતા હતા તેવામાં પાછળથી તેના મિત્ર રસિકલાલે આવીને પુછ્યું—
66
અરે ચદ્રકુમાર ! આજ તે તું તર્ક વિતર્કના અર્કમાં ગર્ક થયેલેા જણાય છે. શું સંધ્યાસુંદરીએ કે આજે વસંતપંચમીના દિવસે વસંતકુમારિકાએ તને મેહપાશમાં ફસાવી સ્તબ્ધ બનાવી દીધો છે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com