________________
સ્વછંદી મેનકા.
ર૭૧ ~ ~~~~~~~~~~~~~~~~ ~ ~~~~ ~~~~~~
મેનકા–“એ તો સાચવીએ. બધુએ સચવાય, જેવો સહવાસ. એક એકનાં મન ઉપર આધાર રાખે છે. ઘરમાં એક બીજાની સાથે મન મળ્યા પછી ઉંડા ઉતરાતું નથી.”
એટલામાં વીરબાળાને હાજત થવાથી લોટામાં પાણી નાખવા મેનકાને સૂચના કરી. મેનકાએ પાણી આપ્યું અને વીરબાળા જાજરૂ ગઈ. મેનકા પ્રથમ જયાં બેઠી હતી ત્યાં તે પાછી આવીને બેસતી હતી કે જયંતીલાલે કહ્યું “બારણાની સાંકળે બંધ કર.”
મેનકા–“છને ઉઘાડા રહ્યાં, હમણું શેઠાણું પાછાં આવશે.” જયંતીલાલ–બંધ કરવાથી કાંઈ હરકત છે? તને ડર લાગે છે?
મેનકા–“ના ના, તમારો ડર મને શાને ? એમ ડર હેત તો તમારે ત્યાં શું કરવા રહેતા અને તમારી સાથે ફરવા આવત? પણ શેઠાણું કદાચ આવે તો તેમને લાગે.”
જયંતીલાલ “તને તે ખોટું લાગવાનું કારણ નથી ને ?”
મેનકા–“ના ના, મને તે જરા પણ કારણ નથી, અમે તે માળી રહ્યાં, નોકરી કરવાની, એટલે એવું ખોટું લગાડતાં રહીએ તો કેમ પાલવે ? સમજે કે શેઠાણી ગામ ગયાં હોય ત્યારે શું મારે તમારી સાથે ઘરમાં ન રહેવું ? અમે તે એવી બાબતથી ટેવાઈ ગયેલાં, અમે તે શેઠની મરજી પ્રમાણે ચાલીએ.” એમ માર્મિક શબ્દ બોલી આંખના પલકારાથી મેનકાએ પોતાનું હદય ખાલી કર્યું.
આ સાંભળી જયંતીલાલે પિતાના ગળામાં સેનાને ઝીણો અછડે હતો તે કાઢી મેનકાના ગળામાં પહેરાવવા હાથમાં રાખી કહેવા લાગ્યો “મેનકા! આથી આવી આ પહેરને, જે કેવો લાગે છે?”
મેનકા જરા બારણું સામું જોઇને જયંતીલાલની પાસે આવી અને માથું ઉઘાડું કર્યું. જયંતીલાલે અછડો ગળામાં નાખ્યો અને આંકડે છાતી આગળ લાવી ભરાવવા લાગ્યો. વાર કરવાની ખાતર જાણે આંકડે કઠણ છે, ઝટ ભરાતો નથી, એવા ઉદગાર કાઢવા લાગ્યો. પેલી મેનકા પણ ધીમે ધીમે પિતાના સાલ્લાને છેડે ખસત કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com