________________
ર૭૦
પ્રકરણ ૨૯ મું.
બસંતીલાલ–“ચાલો તે તે ઠીક થયું. પણ તમે બે દિવસમાં પેલી મેનકાને ડોળ ફેરવી દીધો. મને લાગે છે કે તે ધંધામાં ઉતરેલી હશે. તે વિના તમે બે દિવસમાં ભેળવી શકે નહીં.”
જયંતીલાલ–“હજુ કાંઈ પરીક્ષા કરી નથી.”
બકુલ–“કરી જુઓને પરીક્ષા! કોની રાહ જુએ છે ? તેનાથી તે ધંધે લેવાનો છે. મારી પાસે જરા આવતી જતી કરજે એટલે હું તૈયાર બનાવી દઈશ. છે તે બરાબર મજબુત અને ઘાટીલી. તમે તે હાથે બંગડીઓ પણ પહેરાવી. મને લાગે છે કે જેની બંગડી જે પહેરે તે તેની ગણાય. વિધવાની સધવા બનાવી ” આમ મશ્કરી કરી નખરા કરતી બકુલ અંદર ચાલી ગઈ. જયંતીલાલ પણ ઉઠયો ને પિતાની ઓરડીમાં ગયે. ઓરડી બંધ કરી ત્રણ જણ વાતમાં ચડયાં.
જયંતીલાલ–“મેનકા ! તારે આજને ઠાઠ તે એવો હતો કે જે આ તારી શેઠાણું જેડે ન હેત તે લોકે જુદી જુદી વાત કરત. કોઈ કહે કે નોકર હતી? કપડાંથી રૂપ કેવું ફેરવાઈ જાય ? તારું શરીર એવું છે કે તમે જે પહેરાવી તે શોભે છે. તું તે મોટા શ્રીમંતના ઘરમાં શેભે એવી અપ્સરા જેવી છે. તારું નસીબ એવું કે તું માળીના ઘેર અવતરી અને પાછી રાંડી. પણ મેનકા! તમારામાં તો નાતરાં થાય, કઈ ખોળી કાઢને ફાંકડે માળી કે જે મોટા શેઠના બાગમાં રહેતા હોય ! બાગમાં જુદા મકાનમાં તમને બંનેને રહેવાનું મળશે અને શેઠાણુ સાથે મહાલવાનું પણ મળશે.”
મેનકા–પણ તેવું દેશમાં ક્યાંથી મળી આવે ? અહી રહું તો કદાચ મળી આવે. પણ હવે પગ બાંધીને રહેવાની મારી મરજી નથી. આમ છુટાં ફરીશું અને પેટનું પૂરું કરીશું. તમારા જેવા સારા શેઠની નોકરી કરવામાં ઘણી મજા છે. ફરવાનું મળે, રહેવાનું મળે, ખાવાનું મળે, જેવી શેઠ શેઠાણુની મહેરબાની.”
જયંતીલાલ “પણ તારી ઉમર નાની છે એટલે તારે ઘણી ઘણી રીતે સાચવવું પડે ને?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com