________________
વીરબાળાનો નવો ગૃહસંસાર.
૧૮૯
થોડા દિવસ થયા કે સૌની સાથે મેળાપ થયો ત્યારે ગમવા લાગ્યું અને હવે તે એવું ગમે છે કે અહીંથી બીજા સ્થળે જવું જ ગમતું નથી, માટે વીરબાળા બેન ! ચાલો હું તમને પાસે રહી બધી વસ્તુઓ ગોઠવી આપું અને જે કાંઈ ખુટતું હોય તે તમામ તમને મારી ઓરડીમાંથી લાવી આપું. ભાઈના કહેવા પ્રમાણે આજે તે તમારે તમારા સગાને ત્યાં જમવાનું છે, કાલથી અત્રે રસોઈ બનાવો. રસોડાની એારડી પણ સારી અજવાળાવાળી છે, સુવાને ઓરડે પણ ઘણો જ સારે
એકાંત અને હવાઅજવાળાવાળો છે. આ દિવાનખાનું પણ સારું સવડવાળું છે. ફરનીચર તો ગોઠવેલું છે જ. તમારે બંનેને આથી શું વધારે જોઈએ ?” એમ કહી વીરબાળાને ધીરજ આપી કામે લગાડી.
જયંતીલાલ–“બકુલબેન! આજે તે માટે તમારે ઉપકાર માનવો પડશે. તમે ન આવ્યાં હતા તે આ ઘર વાપરે ઠેકાણે ન પડત. તેની મુંઝવણને લીધે મારી મુંઝવણ પણ વધત. હું તે કનકનગરને ભેમીએ, પણ આ તો પહેલ વહેલી આ શહેરમાં પગ દે છે તેથી મુંઝાય તેમાં નવાઈ નથી.”
બકુલ–“અરે ભલભલા મુંઝાય છે તે તેમનું શું ગજું? પણ ચિંતા નહીં, અમારા પાડોશમાં છે એટલે જરાપણ મુંઝવણ રહેશે નહીં. પણ દેશના જેવી અને લાંબી લાજ નહીં કઢાય. લાજ કાઢી તે દાદર ચડતાં ઉતરતાં, દ્રામમાં બેસતાં ઉતરતાં અથડાઈ પડાશે અને લોકે મશ્કરી કરશે એ જુદું. માટે વીરબાળા ! મારી તે તમને પહેલી શીખામણ એ છે કે લાજ ધીમે ધીમે ખસતી કરવી, બોલવામાં શરમાવવું નહીં, કેઈ આવે તે પુછે તેને જવાબ આપવો, મેટાની હાજરીમાં કેમ બેલાય એવો બેટો વિવેક રાખી મૌનવ્રત ધારણ ન કરવું. કામ હોય તે મોટાથી સુખેથી વાતચીત કરવી, આ તો મુંબઈ જેવી બીજી નગરી છે. તમે મુંબઈ જોયેલું કે ?”
વીરબાળા–“મુંબઈ તે બે વખત ગયેલી છું, મુંબઈમાં પણ આવાજ માળાઓ, રસ્તાઓ અને ગાડીઓની ધમાલ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com