________________
૧૮૮
પ્રકરણ ૨૨ મું.
ઉપર પ્રમાણે ધણધણીઆણું ઓરડીમાં બેસી વાતો કરે છે એટલામાં તેમના પાડોશી બસંતીલાલ ત્યાં આવી વિવેકભરી દૃષ્ટિથી કહેવા લાગ્યો “કેમ ભાઈ જયંતીલાલ! તમારાં પત્ની આટલાં બધાં કેમ ઉદાસ જણાય છે ? ગઈ કાલનાં તમે બંને આવ્યાં છે છતાં હજુ કેમ બરાબર ઠેકાણું પડયું નથી ? તમારા બંને જણ માટે ત્રણ હિલ પૂરતા છે. વળી આ ચોથે માળ છે એટલે એકાંત જેવું છે. કેઈની આવજા નથી. આ મજલે આપણે ત્રણ ચાર કુટુંબે રહીએ છીએ, સર્વને ભાઈચારા જે સંબંધ છે માટે જયંતીલાલ ! તમે તેમને મદદ કરી પાસે રહી બધે સામાન ગોઠવી આપે, અને વિશેષ મદદ જોઈતી હોય તો મારા ઘરમાંથી મોકલું” એમ કહી પિતાની ઓરડીમાં જઈ તેમની સ્ત્રી બકુલને મેકલી.
આ બકુલ તે બહુજ ચાલાક હતી, ગામડીઆપણાનું એક રૂવાટું પણ તેનામાં નહોતું, અપ ટુ ડેટ ફેશનમાં રહેતી હતી, બોલવામાં પ્રેમાળ અને કંઠ મધુર હોવાથી તેને બુલબુલ પણ કહેતા. તે આવી કહેવા લાગી “ભાઈ જયંતીલાલ ! તમારી પત્ની તો બહુજ શરમાળ જણાય છે. મને ઘરમાંથી સૂચના આપી કે તું પાસે રહી ઘરવાપરાની વસ્તુઓ ગોઠવી આપ અને મદદ કર. તે માટે હું આવી છું. ભાઈ જયંતીલાલ! તેમનું નામ શું?
તેમને જ પુછોને”
“તમને બેરીનું નામ દેતાં શરમ આવતી હશે? તમારા જેવા સુધરેલાને બૈરીનું નામ દેવામાં શરમ શી ?”
જયંતીલાલ તરફથી જવાબ નહીં મળવાથી બકુલે વીરબાળાને પુછ્યું “બેન ! તમારું નામ શું ?”
“મારું નામ વીરબાળા.”
“નામ ઘણું સુંદર છે, હાલના જમાનાનું છે. પણ તમે કેમ ઉદાસ એશી રહ્યાં છે? નવાનવી તે એવું જ લાગે. જ્યારે હું નવાનવી અને રહેવા
આવી ત્યારે તે હું રો રો કરતી હતી, જરા પણું ગમતું નહોતું. પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com