________________
મહાજન સભા.
૨૫
આપતાં હશે
આ શંકાના જવાબમાં, “ જ્યારે માબાપ રજા ત્યારે ધણીની રજા તેમણે આગળથી મેળવીજ હશે ” એમ જરા સર્વને સંભળાય તેવી રીતે ખાલી જોડે એક જણના કાનમાં કહેવા લાગ્યા “ ધણીએ તેા કાઢી મુકી છે કાઢી, આ વાત કાંઈ જાહેરમાં કહેવાય ? સમજે નહીં અને આવી શંકાઓ આવી માટી ભર સભામાં લાવે, ધર્મના કામમાં આમ વિઘ્ન નાખે, આમ ધીમે ધીમે પણ પાસેના માણસે સાંભળી શકે તેવી રીતે ધરમચંદ શેઠ બબડવા લાગ્યા. રસિકલાલે હસીને પુછ્યું “ શેઠ! એ શું ધીમું ધીમું બબડવ્યા ? અરધા શબ્દો તેા કાને પડયા છે.
99
99
ધરમચંદે . જવાબ આપ્યા “ કાંઈ ખાનગી વાત અત્રે ચેાળીને ચીકણી કરાય ? થઈ પડશે વખત આવે. ”
""
વચ્ચે કાઇ એ ધીમા અવાજે કહ્યું “રાખો બધું ખાનગી, ચકેારવિજય આવ્યા છે એટલે ખાનગી બધું બહાર પડવાનું છે. આવી વાતા અને શંકાએ ઉપર શી રીતે ધ્યાન અપાય ? ” એમ કહી “ખેલેા જીનશાસનની જય” એમ જય એલાવી ન્યાતના શેઠ ઉભા થયા અને સભાની પૂર્ણાતિ જાહેર કરી.
tr
રસિકલાલ, ચંદ્રકુમાર તથા તેમની મંડળી સાથે સાથે ઘર તરફ ઉપડી. તે ચતુરાબાઈ ક્રાણુ છે, ક્યાંની છે, તેના ધણીનું નામ શું વીગેરે વીગેરે તમામ હકીકત મેળવવા બધાની ઇચ્છા થઇ. કાગળ લખી હકીકત મંગાવી કાંઈ ભેદ જેવું હોય તા ભવાડે બહાર પાડવા એવા નિશ્ચય ઉપર આવી સૌ પેાત પેાતાને ઘેર ગયા. ચતુરાભાઇ દીક્ષા લેવાની છે તે વાત વીજળીની માફ્ક આખા ગામમાં ફેલાઈ ગઇ. આ વાત આગળ અઠ્ઠાઇ ઉત્સવની વાત ખાઈ ગઈ.
ખીજા દિવસે, ચતુરાબાઈ કાણ છે, કેવી છે, તેની માહીતી લેવા ઇચ્છા ધરાવનાર સ્ત્રીપુરૂષા ખાસ કરીને વ્યાખ્યાનમાં આવ્યાં. ચતુરાબાઇ સ્ત્રીઓની સાથે સૌથી અગાડી બેઠી હતી. કપડાં પણ
હાલની ફૅશન પ્રમાણે પહેરેલાં હતાં, યુવાન અને દેખાવડી હતી, તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com