________________
રા. બ. ભારતીકુમારનું ભાષણ.
૨૮૦
વગર તેમના દિલે આ કલા માટે લાઇક
છોકરાંને સંતાડવાં, સગાં સંબંધી તથા કુટુંબીજનેને સંતાપ કરાવવા, સ્ત્રીઓના પ્રાણપ્રિય પતિને પડાવી લેવા, છોકરાં રઝળતાં કરવાં, આ બધાં કૃત્યોમાં પાપ સમાયેલું છે એ નાનું બાળક પણ સમજી શકે તેમ છે છતાં આચાર્યો મોટાં મોટાં દષ્ટાંત આપી તેમાં પુણ્ય સમજાવવા દુરાગ્રહ અને હઠવાદ લઈ બેઠા છે. તે જેને માટે થાડું શરમાવવા જેવું છે?
ભદ્રાપુરીમાં સૂર્યવિજય આચાર્યની અને શેઠ ચીમનલાલની ઘેડી નાલાસી થઈ? કલેકટર સારા હતા તેથી તે માનપૂર્વક કામ લેતા હતા. કેણ જાણે તેમાંથી કેવું ગંભીર પરિણામ આવશે ! અત્યારે તો લાલભાઈ વગેરે તેમના જામીન થયેલા છે એટલે આચાર્ય છુટા ફરે છે. આટલેથી ધરાયા નહીં એટલે આ કનકનગરમાં પણ સપ્તમહર્ષિઓને દીક્ષા આપવામાં આવી. તેવા ઘાતકી કૃત્ય માટે લાલભાઈ શેઠને માનપત્ર આપવામાં આવ્યું. તેમને જન આલમના શહેનશાહ અને કનકનગરના કુમારપાળની ઉપમા આપવામાં આવી. પણ આખરે પરિણામ શું આવ્યું? ડોશીને પ્રાણુ ગયો ! અને તે પણ ક્યાં? આચાર્યની આગળ (શરમ શરમ). વળી બીજી બાઈએ તે. આચાર્યને અડી ખેાળામાં નાનું બાળક મુક્યું. યુવાન સ્ત્રી, જે નાનાં બે બાળકોની મા હતી અને જેના ધણીને પૈસાની લાલચ, શરમ ધમકી અને લાગવગના પ્રયાસથી ઉપાડી જઈ સાધુ દીક્ષા આપે તે સ્ત્રીથી શી રીતે સહન થાય ?
આવું બન્યા છતાં પણ આચાર્ય ક્યાં તેના ધણને બતાવતા હતા ? પોલીસે કઈ ધર્મઘેલા શેઠીઆના ઘરમાંથી શોધી કાઢયા અને તેમને કુટુંબ ભેગા કર્યા. લગ્નના દિવસે લાલભાઈના માંડવામાં હું પણ હતો. હું તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે વખતને દેખાવ જેણે જે હશે તેની આંખમાંથી આંસુ આવ્યા વિના નહીં રહ્યાં હેય.”
આ પ્રમાણે તે બનાવ ઉપર પ્રમુખે ઘણું જ હદયદ્રાવક ભાષણ કરી આખી સભાને રડાવી મુકી હતી. વચ્ચે વારંવાર “થરમ શરમ ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com