________________
२८४
પ્રકરણ ૩૦ મું.
ના પોકારે ચારે બાજુથી થતા હતા. કેટલાક વિધી પક્ષના પ્રેક્ષકેના હદય ઉપર એવી અસર થઇ છે તે પણ લાલભાઈ અને આચાર્ય વિરૂદ્ધ બળાપો કાઢતા હતા. સ્ત્રીઓ તો ખરેખર રડવાજ લાગી. બિચારી ઓશી! બાપડાં બે બાળકો! હાય ! હાય ! આવું તે આચાર્યથી કરાતું હશે ? એમ સ્ત્રીઓમાંથી ધીમા ધીમા ઉગારે નીકળવા લાગ્યા. આગળ ચાલતાં પ્રમુખે જણાવ્યું
“દયાના ઉપાસક મારા જૈન બંધુઓ! આવી દીક્ષા પ્રવૃત્તિ હવે ક્યાં સુધી નિભાવશે? તેવી પ્રવૃત્તિ ચલાવનાર સાધુઓની વિરૂદ્ધ આપણે સખ્ત પગલાં ભરવાં પડશે. પછી ભલે તે જેલમાં જાય કે દરીઆપાર થાય. તેમને જરા પણ બચાવવા નહીં (તાળીઓ). જ્યારે તેમને આપણે છોકરા છોકરીઓ અને સ્ત્રીઓ ઉપર દયા નથી આવતી તે આપણે શા માટે તેમને માટે દયા ખાવી જોઈએ ?
લોકમાં એવી માન્યતા સાધુએ ઠસાવી દીધી છે કે “સાધુની જે નિંદા કરે તે નરકમાં જાય. ચેલો ગમે તે હોય પણ વેશ ધારણ કર્યો એટલે સાધુ” આ માન્યતા ભેળા જેનેને ઠગવાની છે, અજ્ઞાન સ્ત્રીઓને ફંદામાં નાખી ફસાવવાની છે. જે દીક્ષિત પિતાના મન વચન અને કાયાના વર્તનથી જ સાધુ હોય તે તેજ સાધુ કહી શકાય, તેજ પૂજ્ય છે.
કહેવાય પંચમહાવ્રતધારી અને જીવ લેવામાં શરા! જુઠું બેલવામાં બાહોશ, કઈ કેઇના વ્યભિચારનાં ગુપ્ત છીદ્રો જેવાં હોય તે વાંચે પેલું “પિલવાજીત્ર” પત્ર. અઠવાડીએ અઠવાડીએ કેાઇની નાની મોટી પોલ પડઘમ વગાડી જનોના કાન ઉઘાડે છે. ચેરી કરવામાં ક્યાં પાછા પડે છે? છોકરાં સંતાડવાં એ ચોરી નહીં તે બીજું શું? પુસ્તકે પણ કોઈ કેાઇનાં ઉપાડી લે છે. કવિતાઓ પણ બીજાની ચોરી લઈ નીચે પિતાનું નામ પ્રકટ કરે છે. પરિગ્રહને તે પારજ રાખતા નથી. શ્રાવકને ત્યાં પેટી પટારા મુકે છે, તેમને ત્યાં રૂપીઆનાં ખાતાં રાખે છે, પુસ્તકને ધમધોકાર ધંધે જ્ઞાનના ઓઠા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com