________________
મેનકાની દુર્દશા.
૩૮૩
તે રસ્તામાં મળ્યાં, મારાં જુના વખતનાં ઓળખીતાં છે, તેઓ બંને તને દીકરીની માફક રાખી અમરાપુર લઈ જશે. પછી ત્યાંથી તારે જ્યાં જવું હોય ત્યાં જજે.”
મેનકા આ સાંભળી ઘણુ ખુશી થઈ અને પ્રસન્ન મુખે બોલી ઘણું સારું કર્યું, મારે એટલી જ જરૂર છે. અમરાપુર ઉતરીને મોટરમાં મારે ગામ જઇશ. પણ જવાનું ક્યારે છે ?”
દુર્ગા–“બેન ! આજેજ રાત્રે નવ વાગે મેલમાં જવાનું છે. અમે તમને અત્રે રાત્રે પણાનવ વાગે મેટર લઈ તેડવા આવીશું, તમે તમારો સામાન તૈયાર રાખજે, તમે જરાપણુ ગભરાશે નહીં.”
મેનકા–“બહુ સારું, હું સાંજે તૈયાર થઈને બેસીશ.”
બસંતીલાલ-“જા મેનકા ! એકદમ તેમને માટે ચા બનાવ. તેમને ઉતાવળ છે. ખાસ તારા માટે જ તેમને પરાણે ખેંચી લાવ્યો છું.”
હાલ તૈયાર કરી લાવું” એમ કહી મેનકા ઉમંગભેર રસોડામાં ચા બનાવવા ચાલી ગઈ
તેના ગયા પછી બસંતીલાલે પેલાં બનાવટી ધણધણીઆવીને ધીમે રહી પુછ્યું. “કેમ પસંદ છે ને?”
દુર્ગ–“પસંદ છે.”
બસંતીલાલ–“ ત્યારે આંકડો નકક્કો કરી અને મરજી હોય તો અરધી રકમ આગળથી આપ.”
બકુલ હશીને બસંતીલાલને સૂચના કરવા લાગી “જુએ છેતરાશે. નહીં. આના જેવી કામણગારી યુવાન છોકરી સહેલાઈથી મળતી નથી, આ તો બરાબર કેળવાયેલી છે, આજથીજ ધંધામાં જોડાઈ જાય તેવી સર્વ પ્રકારે તૈયાર છે.” | દુર્ગા–“ તમે પણ તેમને ઠીક સૂચના આપી છે !”
બકુલ–“તે તે ભોળા પુરૂષ છે. સ્ત્રીઓની કીંમત ત્રીજ કરી શકે, ભેળપણમાં ગમે તેવો આંક મુકી દે એટલા માટે જરા
ચેતવણી આપું છું” એમ સચન કરી બકુલ હશી પડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com