________________
૩૮૪
પ્રકરણ ૩૭ મું.
દુર્ગા–“તમે જોડે જ છે ને. આપણે ત્રણે મળી નક્કી કરીએ એમ પરસ્પર વાત કરી બે હજાર રૂપીઆમાં મેનકાનું વેચાણ નક્કી કર્યું તે એવી રીતે કે એક હજાર રૂપીઆ અત્યારે આગળથી લેવાના અને એક હજાર નીચેથી ગાડીમાં બેસાડીને લઈ જાય તે વખતે ગણું લેવા.
મારૂતી ઉઠીને એક હજાર રૂપીઆ લેવા માટે ગયો. થોડીવાર પછી મેનકાએ ચાના પ્યાલા થાળમાં મુકી ટેબલ પર લાવીને મુક્યા. મારૂતી નજરે નહીં પડવાથી તે બોલી “પેલા ભાઈ ક્યાં ગયા?”
બસંતીલાલ–“જરા બહાર ગયા છે, હમણું આવશે, તેમના પ્યાલા ઉપર રકાબી ઢાંકી રાખ.” - દુર્ગા મેનકાની સામે ધારી ધારીને જોવા લાગી અને પિતાના સોદામાં સારે લાભ થયો હોય એમ માની મનમાં હરખાતી હતી. મેનકા પણ એટલો વાળી પિતાને હમેશને ઠાઠ રચીને તૈયાર બનેલી હતી. મેનકાની ચાલાકી, સુંદર આકર્ષક આકૃતિ અને હાવભાવનાં નેત્રદ્વારાએ બકુલ જાણે વખાણ કરતી હોય તેમ દુર્ગાની સામું જોઈ કટાક્ષથી સમજાવતી હતી.
બસંતીલાલ–“આ મેનકા બહુજ ભોળી છે. એક ગૃહસ્થને ત્યાં કામ કરવા રહેતી હતી, તે ગૃહસ્થ રજા આપી એટલે હવે તેનું મન દેશમાં જવાનું થયું છે. તે બિચારી અહીંની રીતભાત અને રહેણું કરણથી ટેવાયેલી નહીં તેથી તેનું મન અદ્ધર થયું છે. આ બકુલ પાસે આવતી તેથી તેની ઓળખાણ થઈ અને દેશમાં મોકલવાની મને વાત કરી, હું બઝારમાં શાક લેવા જતા હતા તેવામાં અચાનક તમે મળી આવ્યાં. તમે તે તરફ જવાના સમાચાર કહ્યા. એમ પ્રભુ ઇચ્છાએ અચાનક તાકડે બની આવ્યો. જુઓ મેનકાનું નસીબ કેવું જોર કરે છે ? આખું શહેર ફરીએ તો પણ સારી સેબત મળી આવતી નથી. અને તેમાં તમારા જેવી સેબત તે ભાગ્યેજ મળી આવે. સંભાળીને લઈ જજે. કેમ મેનકા ! હવે તે તારું મન ખુશી થયું ને? ધાર્યા કરતાં પણ ઘણું સારી સેબત મળી આવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com