________________
પ્રેમાળ પરેપકારી દમ્પતી.
^^
^^
^
^^
^
^^
^^
^^^
^^^^
^^^
^
શયનગૃહમાં આ પ્રમાણે સામાજિક વાત ચાલી રહી છે એટલામાં વીજળીના ઘટે ગણણણણ અવાજ કર્યો કે માલતી ઉઠી, ચોકની બારી ઉઘાડી ચાકરને કહેવા લાગી “ રામા ! કેમ બોલાવે છે ?”
રામાએ જવાબ આપ્યો “ કઈ બાઈ મળવાને આવ્યાં છે.”
આ સાંભળી માલતી નીચે ગઈ. માલતીને દેખી તે બાઇએ ધીમા સાદે કહ્યું “તમારું કામ પડ્યું છે, ભાઇની સાથે વાત કરવી છે, દુઃખની મારી ભાઈની પાસે આવી છું " એમ કહી તે ગગળી થઈ.
આ શબ્દો સાંભળી માલતી તેને ઉપર લઈ ગઈ અને આગલા દીવાનખાનામાં બેસાડી રસિકલાલને સુવાના ઓરડામાંથી બોલાવી લાવી.
જરા શાંત રહી તે બાઈ બોલી “હું તમારી બંનેની ખ્યાતિ સાંભળું છું, આપણું જ્ઞાતિમાં તમારા જેવા પરેપકારી માણસો ઘણાજ ઓછા હશે. મારું દુઃખ તમારા શીવાય કઈ ટાળી શકશે નહીં એમ સમજી તમારી પાસે આવવાની મેં હીંમત કરી છે. મારા માથે દુઃખને પાર નથી.
દયા આવવાથી માલતી તેને આશ્વાસન આપી કહેવા લાગી “તમે ધીરજ રાખે, તમારે જે મદદ જોઈતી હોય તે કહે, અમારાથી બનતું અમે જરૂર કરીશું, દુઃખના વખતે હીંમત નહીં હારવી જોઈએ. હીંમત હારવાથી બમણું દુઃખ થાય છે. જે દુઃખ હોય તે સુખેથી કહે. આમ લાજ રાખવાનું કારણ નથી. ખુલ્લા દિલથી સંકોચ વિના વાત કરો.”
માલતીના આવા શબ્દો સાંભળી બાઇને ધીરજ આવી. વાતને વિસામે મળવાથી અરધું દુઃખ કમી થાય છે તેમ તેને જરા શાંતિ મળી. પછી ધીમે રહી, સાથે લાવેલી એક દાબડી સાલ્લાના છેડામાંથી બહાર કાઢી રસિકલાલ આગળ મુકી તે કહેવા લાગી. “ભાઈ લે, આટલું સંભાળો, જ્યારે હું લેવા આવું ત્યારે મને આપજે.”
“બેન ! તેમાં શું છે? જેયા શીવાય શી રીતે રાખી શકાય? મારે જાણવું તે જોઈએ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com