________________
૧૦
પ્રકરણ ૨
જું.
તે બિચારીને ઠેકાણે પાડશે. તેનું સગપણ થઈ ગયું છે તેથી એક બે વરસમાં ઠેકાણે પડી જશે. માલતી! બેકારી બુરામાં બુરી ચીજ છે. ગમે તેવાનું માન ઉતારે છે, ગમે તેવાને ભ્રષ્ટ કરે છે, તેમાં સ્ત્રીઓની તે વાતજ કરતાં હૃદય કંપે છે. પૈસાની ખાતર ધણુ પાસે રહી શીલને ભંગ કરાવે છે. ઘરને છાના કુટણખાના જેવું બનાવે છે. સાધુએ આવી મહત્વની વાત તરફ જરા પણ લક્ષ આપતા નથી અને મોટી મોટી મોક્ષની વાત કરી ભેળાં સ્ત્રી પુરૂષોને ભરમાવે છે.
તમારું–સ્ત્રી જાતિનું-હૃદય ઘણુંજ કોમળ હોય છે તેથી આવી આવી વાતોથી તમારી આંખમાંથી એકદમ આંસુ ખરવા માંડે છે, પણ આ આંસુ અરણ્યરૂદનવત નીવડવાથી તેની કાંઈ અસર સમાજ ઉપર થતી નથી, માટે તમારા જેવાં દસ પંદર ભેગાં થઈ એક સ્ત્રી સમાજ જેવું બંધારણ બાંધી પોકાર ઉઠાવે તે સમાજ ઉપર ભારે અસર થાય. અમે તમને મદદ આપીશું. તમારી એકજ સભા જે અસર કરશે તે અસર અમારી દસ સભાઓ કરી શકશે નહીં. દીક્ષાના હિમાયતી સાધુઓને મદદ કરવા તેમના અંધશ્રદ્ધાળુ જેનેએ એક “દીક્ષારક્ષક” મંડળ ઉભું કરેલું છે તેની સામે અાગ્ય દીક્ષા અટકાવવા અમોએ “અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ” સ્થાપ્યો છે તે તું જાણે છે. આ સાથે તમારું સ્ત્રીમંડળ સ્થપાય તે અમને ઘણું જ બળ મળી શકે તેમ છે.”
એ રીતે રસિકલાલે માલતી આગળ સામાજિક સુધારાના પ્રશ્ન મુકી સ્ત્રીમંડળ સ્થાપવાના વિચારને જન્મ આપ્યો. આ વાત માલતીને રૂચી અને તે દિશા તરફ સ્ત્રીઓનું ધ્યાન ખેંચવા તેની પ્રેરણા થઈ.
માલતી મેટ્રીક સુધી ભણેલી હતી, રસિકલાલ ગ્રેજ્યુએટ હતે. કાવ્ય સારી રીતે લખતો હતે, વ્યવહારકુશળ, શાંત, ડાહ્યા અને સંસ્કારી હતો; સારે પૈસાદાર હતો અને સામાજિક સુધારાને હીમાયતી હતો. સંતતિમાં એક છોકરે થઈને મરી ગયું હતું. પતિપત્નીના. સ્વભાવ સમાન હોવાથી તેમને ગૃહસ્થાશ્રમ કેઇને ઇષ પમાડે તે હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com