________________
૨૭૪
પ્રકરણ ૨૯ મું.
જયંતીલાલ જમેનકામારે તારી સલાહ લેવાની છે.”
મેનકા–“વળી મારી સલાહ શા કામની ? તમે તો મોટા શેઠ રહ્યા. તમારી મહેરબાનીથી હું ગમે તેવી મોટી થઈને ફરું પણ મૂળ તો ગરીબ માલણને?”
જયંતીલાલ–“તે બધું ખરું, પણ તારી પાસે કામણ છે, અને તે કામણનીજ કીંમત છે માટે તારી સલાહ લેવાની છે.”
મેનકા–“આમ આપણે ખાનગીમાં એકલાં વાત કરીએ છીએ તેથી શેઠાણું નહીં વહેમાય?”
જે તને ખરેખરું કહું, સાંભળ, તું જરાપણ શરમાઈશ નહીં. તેણે મને કહ્યું છે કે તમારે તેની સાથે છુટથી વાત કરવી હોય તે કરજે અને તે માટે તે સુઈ ગઈ છે. માટે તું જરાએ ગભરાઈશ નહીં. નિશ્ચિત બેસ” એમ છુટ લઈ જયંતીલાલે તેનો હાથ પકડી પિતાની પાસે કેચ ઉપર બેસાડી. કેચની સામે મોટો આયો હતો તેમાં તે બંને જણ દેખાતાં હતાં. વીજળીની બત્તીઓ બરાબર પ્રકાશ આપી રહી હતી. મેનકા પિતાનું અંગ સુશોભિત દેખાય તે પ્રમાણે આયનામાં વચ્ચે વચ્ચે નજર કરી કપડાના છેડા આઘાપાછા કરતી. એમ ચાળા કરતી મેનકા બોલી. “ શી સલાહ લેવાની છે?”
જયંતીલાલ–“મારી ઈચ્છા એવી છે કે આ બસંતીલાલે જેવો ધંધે ઉઘા છે તે ધંધે આપણે ઉઘાડીએ તો ફાવી શકીએ ? આ ધંધામાં ખાસ સ્ત્રીની જરૂર છે માટે તમારી સલાહ માગું છું.”
મેનકા–“પણ શેઠાણની મરજી પુછી છે?”
જયંતીલાલ–“શેઠાણીએ એટલું કબુલ કર્યું છે કે તમે આવી સ્ત્રીઓ રાખી બીજાઓને બોલાવી જેમ કરવું ઘટે તેમ કરશે તેમાં મારો વાંધો નથી.”
મેનકા–“શેઠાણ પિતાને માટે ના કહેતાં હશે.”
જયંતીલાલ “હા પિતાને માટે ના પાડે છે. તેવી વાત કરતાં તે તે ગુસ્સે થાય છે. માટે હમણાં તેને આગ્રહ કરવો મુકી દઈ તારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com