________________
૨૬૬
પ્રકરણ ૨૯ મું.
મેનકા ત્યાં રહી અને બપોરની ટ્રેનમાં જયંતીલાલ અને સરિતા રતલામ થઈ ફત્તેહબાદ ઉતરી મોટરમાં રાત્રે વરધીનગર ગયાં. તપાસ કરતાં આચાર્ય સૂર્યવિજય અને કંચનશ્રી ત્યાં હતાં. પરભારે સાધ્વીએના ઉપાશ્રયે ગયો અને કંચનશ્રીને એકાંતમાં ખાનગી વાત કરી સરિતાને ત્યાં મુકી છાની રીતે જયંતીલાલ રવાના થઈ ગયે. સરિતા બિચારી કંચનશ્રીની જેલમાં પૂરાઈ.
જયંતીલાલ આચાર્યની પાસે ગયો અને ગુપ્ત રીતે તે બધી વાત કહીને સુઈ ગયો. સવારે મેટા પરેઢીએ રાત્રે નક્કી કરી રાખેલી મોટરમાં પગરસ્તે પરભારે કનકનગર ઉપડી ગયો.
ઘરે ગયો તે મેનકાએ આશ્ચર્ય પૂર્વક પુછયું “ ક્યાંથી તમે આટલા ટુંકા વખતમાં પાછા આવ્યા ?'
જયંતીલાલ “સ્ટેશન ઉપરથી જ એવી સારી સેબત મળી કે જવાની જરૂર પડી નહીં, પણ સરિતાને હરકત ન આવે તે માટે પાંચ સાત સ્ટેશન સુધી જઈ સવારની વળતી ગાડીમાં પાછો આવ્યો.”
વીરબાળા–“સબત તો સારી હતી ને ?”
જયંતીલાલ “ અરે કેવી ? આપણા ઘર જેવી. જરા પણ ચિંતા નથી. આપણે હવે મેનકાને પગાર નક્કી કરે. તે અત્રેની ભોમીઅણુ છે. ચાલાક છે, એટલે તને જરા પણ અડચણ આવશે નહીં. તારે ફક્ત રસોઈ કરવી. બાકી બધું તે કામ કરશે. તેની રસોઈ આપણને ખપે નહીં. નહીં તે તે પણ કરવા તૈયાર છે.”
મેનકા ખુશ થઈ બોલી “વીરબાળા બેન ! તમારું તમામ કામ હું ઉપાડી લઇશ. ઘરમાં પણ દીવા જેવું રાખીશ.”
જયંતીલાલ તેના હાથ તરફ નજર કરી મશ્કરીમાં કહેવા લાગ્યો પણ આવા ઉઘાડા તારા હાથ આ શહેરમાં ન શોભે, બંગડીઓ પહેરે તે શું બગડી જાય ?”
મેનકા–“અમારામાં વિધવાથી કાચની બંગડીએ ન પહેરાય, સેનાની પહેરાય, પણ અમારા નસીબમાં સોનાની બંગડી ક્યાંથી હોય?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com