________________
૧૬૬
પ્રકરણ ૨૦ મું.
પ્રકરણ ૨૦ મું.
સુવર્ણપુરમાં આચાર્ય સૂર્યવિજય અને દીક્ષા મહોત્સવ.
(ગઝલ) મદઅશ્વથી નીચે ઉતર, વિચાર કર દુઃખી ઉપર,
કુદરત ઉપર તું કર નજર, નસીહત તને દે સાનમાં. ચેતન! સમજ હરદમ લઈ આલમતમાશા ખ્યાલમાં.
ફુલ જીગર ખેંચે છે ફઝર, કરમાય જાતાં દિનકર,
તેવી દશા વિચાર કર અસ્થિર આ સંસારમાં. ચેતન ! સમજ હરદમ લઈ આલમતમાશા ખ્યાલમાં.
–લેખક કાવ્ય સરિતા. આચાર્યશ્રી સૂર્યવિજ્યજી કલેકટરની કેરટની ઉપાધિમાંથી ફાગણ સુદ ૧ ના રોજ મુક્ત થયા કે શિષ્ય પરિવાર સહિત સુદ ૨ ના દિવસે પ્રભાતે છ વાગે સુવર્ણપુર તરફ જવા નીકળ્યા. તેમને વળાવવા માટે ઘણું સ્ત્રી પુરૂષો દરબાજા સુધી ગયાં. તેમના ખાસ ભકતોની આંખમાંથી આંસુ ખરવા લાગ્યાં. આચાર્ય દરબાજા બહાર એક સ્થળે ઉભા રહી સર્વને દેશના આપી મંગળાચરણ સંભળાવી ચાલતા થયા. તેમની સાથે દીક્ષાને અભિલાષી ગોપાળદાસ મગનલાલ તથા દીક્ષાના. ઉમેદવાર તેના ચાર મિત્રો સાથે જોડાયા. બહાર ગામથી આવેલા જૈન ગૃહસ્થ મહારાજને વળાવી ટ્રેનમાં પિતપતને ગામ વિદાય થઈ ગયા. કેટલાક ચુસ્ત ભકતે જોડેના એક ગામ સુધી આચાર્યની સાથે પગે. ચાલતા ગયા.
સાધ્વીઓએ પણ તેજ વખતે સાધ્વીઓના ઉપાશ્રયથી વિહાર કર્યો અને તે પણ આચાર્યની પાછળ સુવર્ણપુર તરફ જવા ઉપડયાં. ઉઘાડા પગે ચાલવું, ઉપકરણ તથા પુસ્તકના ભાર શરીર ઉપર બાંધવા, વળી મોટાં સાધ્વીને સામાન પણ લેવો વીગેરે સાધ્વીપણાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com