________________
ભગિની સમાજની સ્થાપના.
૧૬૫
જાય છે તે ભાવના તદન ખોટી છે. કેળવણી લીધા વગરની સ્ત્રીઓ પણ વંડી ગયેલી જોઈએ છીએ તેનું શું? કેળવણી શીવાય મગજ કેળવાતું નથી. સમજવાની શક્તિ આવતી નથી. સત્ય સ્વરૂપ સમજાતું નથી. હીંમત આવતી નથી. જાણવા છતાં પણ એલવાને કે સમજાવવાને જીભ ઉપડતી નથી. આ તમામ ખામીઓ જ્ઞાન સંપાદન કરવાથી દૂર થાય છે. હું સ્ત્રીકેળવણી ઉપર આમ વિવેચન કરી આપને વખત લેવા માગતો નથી પરંતુ માલતી બેનનું દષ્ટાંત આપી જણાવવા માગું છું કે કેળવણી પામવાથી સ્ત્રી પિતાને બચાવ કરવા તાકાત મેળવી શકે છે. (તાળીઓ)
ગૃહસ્થો અને એનો ! માલતી બેને જેમને માટે ભગિનીસમાજના પ્રમુખ થવાની સૂચના કરી છે તે તેમની જોડે જ બેઠેલાં છે અને તેમણે ઘણી જ ખુશીની સાથે સ્વીકાર કર્યો છે (તાળીઓ) પણ તે સાથે મારી સૂચના પણ એવી છે કે તે સંસ્થાના સેક્રેટરી તરીકેની પદવી આપણાં માલતી બેન સ્વીકારશે એવી ખાત્રી છે (તાળીઓ) હું આશા રાખું છું કે આ ભગિની સમાજ હવે પિતાનું બંધારણ બાંધી કામ આવતી કાલથી શરૂ કરશે, અને તે આ અગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજની સાથે જોડાઇનેજ કરશે જેથી કામ કરવાની સરળતા પડે.
વળી જાણુને આનંદ થાય છે કે આ સમાજના કાયમના પ્રમુખ રા. રસિકલાલ છે, માલતી બેન તે તેમનાં ધર્મપત્ની થાય છે. આવે તેમને પતિપત્નીને સંબંધ બંને સંસ્થાને સુખરૂપ કલ્યાણકારી અને ફળદાયી નીવડે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે.
આ અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજના રચનાત્મક કાર્યક્રમનું કામ કાર્યવાહકે કાલથીજ હાથમાં લેશે એવી આશા છે. આ સંસ્થાના ફંડમાં હું એક હજાર રૂપીઆ બક્ષીસ આપું છું. (તાળીઓ) હવે વિશેષ નહીં બોલતાં આજની સભાનું કામ પૂરું થયેલું જાહેર કરું છું.
પ્રમુખ, માલતીબેન તથા ગૃહસ્થને ઉપકાર મનાયા બાદ સભા વિસર્જન થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com