________________
૧૬૪
પ્રકરણ ૧૯ મું.
તે પછી પ્રમુખશ્રીએ નીચે પ્રમાણે ઉપસંહારનું ભાષણ શરૂ કર્યું
ગૃહસ્થ અને સુશીલ બેને ! હું ધારતો હતો તે કરતાં બમણે આનંદ પ્રાપ્ત થયું છે. એક તે જે કામ મને રુચતું હતું તે કામ ઉઠાવવાની આજે મને તક મળી અને બીજે આનંદ એ કે “ભગિની સમાજ”ની સ્થાપના થઈ. આપણે સ્ત્રી વર્ગ જે ઘણો પાછળ છે, કહે કે જેને આપણે આગળ વધવા દીધો નથી તે વર્ગ આજે પિત થઈ પિતાનું રક્ષણ કરવા બહાર પડે છે. આ સમાચાર જાણું અયોગ્યદીક્ષાના હિમાયતી ગૃહસ્થ ઘણું દિલગીર થશે. કારણ કે “નારી નરકની ખાણ છે,”—“બાળ પશુ એર નારી એ સબ તાડન કે અધિકારી” એવા સિદ્ધાંતના તે ગૃહસ્થ છે.
આજનું માલતી બેનનું ભાષણ ભાષણ નથી પણ મનને – ખરા જીગરનો – બળતા હૃદયને – ઉભરે છે. તેમણે સ્ત્રીઓના દુઃખને પોકાર પુરૂષ આગળ રજુ કર્યો છે. તેમણે જણાવેલી એકે એક વાત ખરી છે. “સ્ત્રીઓ ભણે એટલે વંઠી જાય છે એ માન્યતા કેટલાક ઘરડાઓએ અને ધર્મગુરૂઓએ પુરૂષોના મગજમાં એવી ઠસાવી દીધી છે કે તે બિચારી અજ્ઞાનને લીધે પિતાનાં દુઃખ કહી શકતી નથી. શરીરમાં ગમે તેવાં રૂપાળાં દેખાતાં હોય પણ હીંમતમાં એવાં કે જે કોઈ ડરાવે તે તરતજ ઘરમાં નાશી જઈ હાય હાય કરી બુમ પાડે. એજ કારણથી કહેવત પડી છે કે બાર સ્ત્રીએ બગલાનું જોર – શેક્યો પાપડ. ભાગવા જેટલી શક્તિને પણ અભાવ હોય છે.' એવી તેમની શક્તિની કલ્પના કરવામાં આવે છે. આથી એ પરિણામ આવ્યું છે કે આપણી સંતતિ દિન પ્રતિદિન નિર્માલ્ય થતી જાય છે. આ બધું કયારે સમજવામાં આવે છે કે જ્યારે જ્ઞાન થાય ત્યારેજ. પણ ભણે તે સ્ત્રીઓ વંડી જાય એવી મેટી હજાર મણની શીલા આપણું પ્રગતિના પંથમાં પડેલી છે તે દૂર ક્યારે થશે કે જ્યારે આવાં માલતી બેન જેવાં સ્ત્રી રત્ન સમાજમાં પાકશે ત્યારેજ (તાળીઓ). એવી સ્ત્રીઓ પુરૂષોની આંખ ઉઘાડશે. કેળવણી લીધાથી સ્ત્રીઓ વંડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com