________________
ભગિની સમાજની સ્થાપના.
૧૬૩
છે અને બિચારી બાર તેર વરસની કન્યા સાથે લગ્ન કરી કુમળી કળીને ઘાતકી બની છુંદી નાખે છે. આવા દાખલાઓ દર વરસે કેટલા બને છે તે તમે જુઓ છે. એક બાજુ તમે ગૃહસ્થાશ્રમ આમ અમને સતા અને બીજી બાજુએ અમારા ધર્મગુરુઓ અમને સતાવે. ઘરડા ડોસા મરીને સ્ત્રીને રંડાપો આપે ત્યારે સાધુઓ છતા ધણુએ રંડાપ આપે. ન્યાત સાંભળે નહીં, સરકાર દાદ આપે નહીં, ત્યારે હવે અમારે શું કરવું? હવે જાહેર પોકાર કરી દુઃખ રહ્યા શિવાય છૂટકો જ નથી. આવી સંસ્થા ઉઘાડી પ્રમુખશ્રીનાં ધર્મપત્ની
અ. સૌ. મહાશ્વતાને મોખરે ખડાં કરી અમે સ્ત્રીઓ અમારા ઉપર ગુજરતા ત્રાસમાંથી મુક્ત થવા પ્રયત્ન કરીશું અને તમારા જેવા કે જે અમારા પ્રત્યે દયાની લાગણીથી જુએ છે અને અમારા હીતનું કામ કરી રહ્યા છે તેમની મદદથી ફક્ત મંદ થવા ભાગ્યશાળી નીવડીશું. પુરૂષો માનશે તે ભલે, નહીં તો પછી અમારું હથીઆર જે રૂસણાનું યાને અસહકારનું છે તે ઉગામીશું. જોઈએ છીએ પુરૂષો સ્ત્રીઓ વિના કેવી રીતે ગૃહસ્થાશ્રમ ચલાવી શકે છે ? (ખુબ હસાહસ).
ભાઈઓ! આ વાતથી આપને હાસ્ય આવે તેમાં નવાઈ નથી. પણ આપ જાણી શકશે કે આ મારા હૃદયના બળાપાને ઉભા છે. તે ઉભરો ઘણા દિવસથી ભરાઈ રહ્યા હતા તે બહાર કાઢવાની આજે મને તક મળી છે તેને હું લાભ લઈ રહી છું. બળપાથી કદાચ મારાથી કઠોર શબ્દો બેલાઈ ગયા હોય તો શબ્દોની કોરતા ઉપર ધ્યાન નહીં આપતાં તેનો અંદરનો ભાવ સમજી તે ઉપર ધ્યાન આપશે. આશા છે કે પ્રમુખશ્રીના હાથે જ અમે આજે અમારો “ભગિનીસમાજ' ઉધાડેલો જાહેર કરવા ભાગ્યશાળી થઈશું. તે સંબધી શું કરવું તે વિદ્વાન દંપતીને ભળાવીએ છીએ. ભાઈઓ! આજે બોલવામાં કદાચ મારાથી અવિવેક થયો હોય તો મને ક્ષમા કરશે. મેં મારે હૃદયને ઉભરે બહાર કાઢ્યો છે. આટલું કહી બેસી જવાની રજા લઉ છું. (જોશભેર તાળીઓ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com