________________
૧૬૨
પ્રકરણ ૧૯ મું.
છે. પણ જરૂર સમજજો કે એ પ્રસંગ પણ ઉભો થશે. તેવા નહીં તે તેના જેવા એક બે દાખલા પણ બનેલા છે. તે વર્તમાનપત્રોમાં વાંચવામાં આવ્યા હશે. જે વિચાર મેં ઉપર દર્શાવ્યો તે વિચાર નો જન્મ પાળ્યો નથી. પણ કેટલાંક ફળદ્રુપ ભેજાંમાંથી ક્યારને બહાર પડી ચુકેલો છે. અંગ્રેજીમાં કહેવત છે કે Necessity is the mother of invention અર્થાત જરૂરીઆત યાને આવશ્યકતા એ નવી નવી શોધખોળને જન્મ આપનાર માતા છે. મતલબ કે જરૂરીઆત પિતાને રસ્તે પિતાની મેળે સીધી કે આડકતરી રીતે શોધી લે છે. વળી કહ્યું છે કે Necessity has no law અર્થાત જરૂરીઆત કાયદાકાનૂને રીતરીવાજ અને વ્યવહારનાં બંધન કેરે મુકી પિતાનું કામ સાધી લે છે. આપણામાં પણ કહ્યું છે કે “ખપ તેને શેષ નહીં.” કહેવાને સારાંશ એ છે કે જ્યારે આવા સાધુઓ છતા ધણુએ સ્ત્રીઓને રંડાપ આપે ત્યારે કુદરત તેમાંથી નવા નવા રસ્તા શોધી કાઢવા સ્ત્રીઓને પ્રેરણાકરાવે તેમાં શું આશ્ચર્યા?
આ ઉપરથી ખ્યાલ આવશે કે સ્ત્રીઓના હકમાં સાધુઓ ભયંકર નુકસાન કરી રહ્યા છે. તેથી આવા વિચારે જન્મ પામે છે. માટે સાધુઓનાં આવાં કૃત્ય અટકાવવા માટે જેવી આ સંસ્થા સ્થાપન થઈ છે તેવી સંસ્થા અમો સ્ત્રીઓ પણ સ્થાપવા તૈયાર છીએ. જે આ કામ પ્રમુખ મહાશયનાં ધર્મપત્ની અ૦ સૌ. મહાશ્વેતા કે જેઓ ગેજ્યએટ છે અને જે મારી જોડે જ બેઠેલાં છે તે ઉપાડે તે જરૂર અમે ફરહમંદ નીવડી શકીએ (તાળીઓ). જે પ્રમુખશ્રીની આજ્ઞા હોય તો તેવી સંસ્થા આજેજ સ્થાપીએ અને તેનું નામ “ભગિનીસમાજ” રાખીએ. આવી સંસ્થા સ્થાપ્યા સીવાય છુટકો નથી. (તાળીઓ).
સ્ત્રી જાતિને માટે સળગતી સીતમની ભઠ્ઠી કાયમ જ છે. ચારે બાજુથી સ્ત્રીઓ તેમાં હોમાઈ રહી છે. ભાઈઓ ! માફ કરજે, મારે તમને કહેવું પડે છે કે તમે પુરૂષો અમારી જરા પણ દયા ખાતા નથી. સાઠ વરસને ડોસે થાય છે તે પણ તેને ઘોડે ચડવાનું મન થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com