________________
૮૨
પ્રકરણ ૧૨ મું.
એ કાગળ વાંચી બીજો કાગળ રસિકલાલ વાંચવા લાગ્યો પોલીસખાતાના અધિકારી સાહેબ.
હાલમાં જૈનના સાધુઓ છુપી રીતે મનુષ્યહરણ જેવા કે ધર્મના નામે કરે છે. ગઈ કાલે જે વખતે સવારે વીકટેરીઆ દરવાજે સાર્વજનિક વાડીમાં એક સ્ત્રીને સાધવણુ અને એક પુરૂષને સાધુ બનાવવામાં આવ્યાં હતાં. તે વખતે જેમાં એક કસાઈ જે ચીમનલાલ કરીને કેઈ શ્રાવક વાણીએ છે તેના ઘરમાં ત્રીજે માળે એક છોકરાને છૂપી રીતે એક સાધુએ સાધુનાં લુગડાં પહેરાવી દીધાં છે. છોકરો બિચારે રડ્યા કરતા હતા ત્યારે શેઠ ધમકાવતા હતા. તે બંને જણને ત્રીજા માળે પૂરી રાખેલા છે. આ હકીક્ત તેમના ઘરની પાછળ આવેલા એક મકાનના નાના જાળીઆમાંથી નજરે જેનારે મને કહી છે તે આપની આગળ રજુ કરું છું, માટે તાત્કાળિક તપાસ કરશો તો ખરી હકીકત જણાઈ આવશે. આતે મનુષ્યહરણ નહીતે બીજું શું? ભદ્રાપુરી, માહ વદ ૮,
લી. દયાળુ જનેતર. કાગળ વાંચી રહી રસિકલાલે માથું ઉંચું કરી મેનેજરની સામું જોયું કે મેનેજરે પુછયું, “કહે આની પુષ્ટિમાં તમારી પાસે કાંઈ હકીકત આવી છે ?”
રસિકલાલે જવાબ આપ્યો “હા આવી છે. મારી પાસે જે હકીકત આવી છે તે સ્ત્રીઓ દ્વારા મળી છે. આ બે કાગળમાં જે બીના જણાવી છે તે અક્ષરેઅક્ષર ખરી છે. દીક્ષાની આગલી રાત્રે ચીમનલાલ અને તેમની સ્ત્રી વચ્ચે છોકરાને છુપી દીક્ષા આપવા બાબતમાં તકરાર થઈ હતી. બાઈ ના પાડતી હતી અને કહેતી હતી કે તે છોકરાને દીક્ષા આપવી હોય તો વાડીમાં બીજાં લે છે તેની સાથે આપે. છુપી આપવી નથી. દીક્ષા આપનાર સાધુ પણ સાંજના ઘરમાં આવીને ભરાઈ ગયા હતા. આ વાત તેમની પાડોશમાં રહેનાર સ્ત્રીઓના જાણવામાં આવી અને ત્યાંથી તે વાત મારી પાસે આવી. વળી સાધ્વીના ઉપાશ્રયમાં એક કંચનશ્રી સાધ્વી છે તે તેમની ચેલીએને બહુજ ત્રાસ આપી સતાવે છે, તેમને છુટાં પડવા દેતાં નથી અને સંતોષ પણ આપતાં નથી; જોયું હોય તે ગુલામીગીરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com