________________
૧૩૬
પ્રકરણ ૧૭ મું.
અમે તો તમારા હુકમની રાહ જોઈ રહ્યા છીએ. અમે એક વાર આ સ્થળે આવી ગયા હતા પણ તમને ન દેખ્યા એટલે જરા આગળ આંટે મારી ફરી આવ્યા.” .
રસિકલાલ “અમને દેરાસર આગળ વાર લાગી. મારી ઈચ્છા એવી છે કે આપણે શાંતિથી જોયા કરવું. સૌ સારાં વાનાં થશે. ધાંધલ કરવાની જરૂર નથી, તે જે કરે તે કરવા દો.”
માલતી વચ્ચે બેલી “તમારી આ વાત મને બીલકુલ પસંદ પડતી નથી. સાધુએ આવા ( કલ્યાણને બતાવી ) નાના છોકરાને માબાપથી વિખુટો પાડી છાની રીતે દીક્ષા આપી દે અને હવે શાંતિ રાખે એવો ઉપદેશ કરો તે શા કામનું ? તેનાં માબાપ મરી ગયાં છે, એ તે ઠીક થયું કે સરકારે કેસ ઉપાડ્યો અને આ તેની બેન સરિતાને મેળાપ થયે, નહીં તે શું પરિણામ આવત ? તેને કયાંહી નસાડી મુકત. માટે તમારા મંડળને આવી શાંતિને પાઠ ભણાવી નિરૂત્સાહી ન બનાવો. આવા વખતે તમારી શાંતિ તે “અશક્તિમાન ભવેત સાધુ” જેવી શાંતિ માનું છું. જો તમે હવે નરમ પડશે તે જરૂર તેમના ભક્ત શેઠીઆઓ તમારા માથા ઉપર પ્રપંચ કરીને ચડી બેસશે, માટે હવે તે “શઠં પ્રતિ શાઠય કુર્યાત ” એ સિદ્ધાંત હાથમાં લીધા વિના છુટકો નથી. તે હથીઆરથીજ આવા હઠીલા આચાર્યો પાંસરા થશે. “ શઠં પ્રતિ સત્યં કુર્યાત ” કર્યાંથી કેટલીક બિચારી સ્ત્રીઓ છતા ધણીએ વિધવા જેવી બની રહેલી છે, ધણુંએને ભરમાવી છાની રીતે નસાડી સ્ત્રીઓને રોતી કકળતી મુકી ચેલા બનાવી ઉપાડી જાય છે માટે હવે તે આ યોદ્ધાઓને જોર આપે, તેમના ઉત્સાહને નરમ ન પાડે. એક વખત ધાક બતાવ્યા વગર આવા હઠીલા સાધુઓ સીધા થવાના નથી.”
- આ શબ્દો સાંભળતાંજ બધા યુવકે એ ખુબ જોરથી તાળી પાડી અને માલતીના શબ્દો ઉપાડી લીધા. જોઈતું હતું ને વૈદ્ય કહ્યું. તેમની મનોવાંછનાને ટેકે મળવાથી હર્ષિત થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com