________________
નદીકિનારે યુવકમંડળ. જાગૃતિ અને પ્રેરણા.
૧૫
-
આ શબ્દોની સાથે સરિતાની આંખમાં ઝળઝળીઆં ભરાઈ આવ્યાં. માલતી સરિતાનું હૃદય સમજી ગઈ તેથી તેનું ધ્યાન ફેરવવા તે બોલી “ બેન સરિતા ! જે નદીમાં પેલી બે ર્યેલી બેટોની કેવી સરત ચાલે છે ? જે આગળ જાય તે ઇનામ લે. આવી ઘણું વખત નદીમાં વૅલી બોટોની સરત ચાલે છે. આપણે એક બે દિવસ પછી એવી બેટમાં ફરી આવીશું અને આખું શહેર પણ બતાવીશું. સરિતાબેન ! તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે !”
સરિતા–“ગુજરાતી છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.” માલતી – અંગ્રેજી અભ્યાસ નથી કર્યો?” સરિતા–“ના, વિચાર તે હતો પણ શી રીતે ભણાય !” માલતી—“અહીં ભણવાની ગોઠવણ કરીએ તો ભણે?” સરિતા–“એ અવંતીલાલકાકા જાણે.”
આમ વાર્તાવિનોદ કરી રહ્યાં છે એટલામાં પંદર વીસ યુવકોનું ટોળું તે તરફ આવ્યું. તેમને નાયક આગળ આવી રસિકલાલને કહેવા લાગ્યો “પ્રમુખ સાહેબ ! હવે તૈયાર થાઓ. લડાઈ જાહેર કરવાનો વખત આવ્યો છે. દીક્ષારક્ષક સભાના પ્રમુખ શ્રીયુત લાલભાઈ શેઠ આજે આવ્યા છે, ધરમચંદ શેઠના મકાન આગળ ૧૦૧૨ શાસનપ્રેમી ગૃહસ્થો ભેગા થયા હતા અને સભ્યતા ભરેલા શબ્દોમાં તમને ચંદ્રકુમારને અને તેમના પિતાશ્રી અવંતીલાલને પેટ ભરી ગાળે દઈ રહ્યા હતા. અમને તો તે સાંભળી સહન થયું નહીં.”
રસિકલાલ–“અમને પણ તે શેઠ સાહેબ મળ્યા. સાંજે પાર્શ્વનાથના દેરે દર્શન કરવા ગયા હતા ત્યાં તેમને ભેટે થયે. અમને પણ કટાક્ષમાં બે શબ્દો સંભળાવ્યા છે. એટલે અમારી ગેરહાજરીમાં તે ગમે તેમ બેલે એમાં કાંઈ નવાઈ નથી. કહે હવે તમે શું કરવા માગે છે ?”
નાયક–“તમે આપણું અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજના પ્રમુખ છે, એટલે અમે યુવકે તમને પુછીએ કે તમે અમને પુછો ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com