________________
६४
પ્રકરણ ૩૫ મું.
ઉર્મિલાએ પુછયું “તમારી માતુશ્રીનું નામ શું?” જગજીવનદાસ–“તેનું નામ ઉત્તમબાઈ હતું.” ઉમિલા–“તેમણે ક્યાં દીક્ષા લીધી હતી ?”
જગજીવનદાસ–“અમારા ચંદ્રાવતી ગામમાં લીધી હતી. ત્યાં અમારે રહેવાનું એક નાનું ઘર પણ છે. હવે તે કોણ જાણે સંભાળ વગર પડી પણ ગયું હશે.”
- ઊંમિલા લાચાર બની વિવેક દર્શાવવા લાગી “ જમતાં જમતાં મેં સાધ્વીની વાત કાઢી તે મેં મેટી ભૂલ કરી. વિના કારણે તમને દિલગીરી કરાવી.”
જગજીવનદાસ–“ના બેન ! એમ માનશે નહીં. મને તો તેથી ફાયદે છે. વાત મેં મનમાં રાખી હતી તે તમે શી રીતે જાણું શકત ? પુછતાં પુછતાં તેમને મળવાને યોગ બની જાય. હવે તે હું ઘેડ માસ સુધી અન્ને રહેવા માગું છું. બનશે તે દેશમાં પણ જવાને ઈરાદો રાખું છું.'
તે પછી ઉર્મિલાએ જર્મનીની પ્રજાની રીતભાત, ત્યાંના રીવાજ, રહેણી કરણી વગેરેની વાત ઉપર ઉતારી સાથ્વીમાતાનું સ્મરણ દૂર કરાવ્યું અને હાસ્યવિનંદની વાત ચાલી રહી. આ પ્રમાણે આનંદથી જમવામાં દોઢ કલાક ગાળી હાથ ધોઈ તેઓ દીવાનખાનામાં આવ્યા.
ઍફીસની વાત નીકળતાં જગજીવનદાસ રતિલાલને કહેવા લાગ્યો, “આ તમારા મિત્ર મીસ્ટર રમણિકલાલ પણ તમારા જેવાજ છે. તેમને આપણું ઍફીસમાં રાખી લીધા તે બહુજ સારું કર્યું છે. શેઠ તેમનાથી ઘણાજ ખુશી છે. તમારા લીધે મને પણ તેમની સાથે સંબંધ બંધાયે.” એમ સંતોષ જાહેર કરી ત્યાંથી રતિલાલ અને જગજીવનદાસ શેઠ રાજબિહારીલાલને બંગલે ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com