________________
૪૧
ગરબા અને ભક્તિશૃંગારરસ. ~ ~ ~ ~~ ~ ~ ~~
~~ ~~~ નહીં. ધર્મના નામે કોઈ કોઈ કામમાં આવા ગરબાઓ નીકળે છે તેનું આ અનુકરણ શીવાય બીજું કાંઈ નથી. તેવા ગરબાઓથી રાત્રે કેવાં કેવાં માઠાં પરિણામ આવે છે તે આપણી આંખે જોઈએ છીએ, છતાં તે તરફ લક્ષ નહીં આપતાં ભક્તિના નામે આ પ્રમાણે આદરવામાં આવે તે આખરે તેમાંથી અનિષ્ટ ફળ પ્રાપ્ત થાય એમાં શું આશ્ચર્ય ? આવા દેખાવથી ઉછરતી પ્રજાના મન ઉપર કેવી માઠી અસર થાય તે વાત વિચારવા જેવી છે, અને ઘણી અફસોસની વાત તો એ છે કે આવા કૃત્યે અટકાવવાને જેમને ખાસ અધિકાર છે તે તે આવાં કૃત્યને ઉત્તેજન આપે છે અને તેજ છુપી રીતે તેમાં ભાગ લે છે.
ચંદ્રકુમાર બોલ્યો “ આવી સવડ માટે તે આવા કેટલાક સાધુઓ ઉપાશ્રયમાં રહેતા નથી પરંતુ આવી અનુકૂળતા ભરેલી ધર્મશાળામાં કે ખાનગી ભવ્ય મકાનમાં રહે છે. ઉપાશ્રયમાં ગરબે. જેવાની – અરે સ્ત્રીઓના હાવભાવ અને ચાળા ચટકા જેવાની – શી રીતે તક મળે ? કદાચ ત્યાં એવું કરવામાં આવે તે લોકોમાં ટીકા પણ થાય. ચાલો ઉઠે આપણે, એ તો હજુ ગાશે.” એમ કહી ચંદ્રકુમાર ઉભે થયે, પણ રસિકલાલ હાથ પકડી બેસાડી કહેવા લાગે “હવે ઉઠવાની તૈયારી છે, આમ વચ્ચેથી આપણે ઉઠીને જઈશું તે તે ઠીક નહીં લાગે.”
ધારવા પ્રમાણે થોડી વાર થઈ કે તારાબાઈની ગરબી પૂરી થઈ અને લહાણ શરૂ થઈ. ધર્મપસાથે સારું હતું કે તે ધર્મશાળાને બે બારણું હોવાથી એક બારણે પુરૂષો ધક્કા મુક્કી કરી નીકળવા લાગ્યા અને બીજા બારણે સ્ત્રીએ જવા લાગી. ધર્મશાળા બહાર જાણે કાયદાથી છુટ મળી હોય તે પ્રમાણે તારા સંબંધી કે વિચિત્ર પ્રકારના ઉદ્દગાર કાઢવા લાગ્યા. તેવામાં અચાનક બહાર ઓટલા આગળ ભરાવેલી બત્તી એકદમ ભપકીને ગુલ થઈ ગઈ કે અંધારું વ્યાપી રહ્યું. અંધારામાં કેટલાંક સ્ત્રી પુરૂષે જાણતાં અજાણતાં એક બીજા સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com