________________
૪૨
પ્રકરણ ૬ ઇં.
અથડાવવા લાગ્યાં. તેવામાં કોઈ પુરૂષ સારા યા નબળા ભાવથી હાલમાં નીકળેલી ખીસાબીઓનું બટન દબાવી છુટા છવાયા પ્રકાશ નાખવા લાગે, એક બનીને પ્રકાશ તે સર્ચલાઈટની માફક ધર્મશાળાના મેડા, તરફ ચમકવા લાગે. આ વખતનો દેખાવ નહીં પસંદ કરવા જોગ બની રહ્યા. નિરંકુશી માણસનું રાજ હોય તેવો ઘડી ભર દેખાવ દષ્ટિગોચર થવા લાગે.
રસિકલાલ, ચંદ્રકુમાર, માલતી અને સરલા માટે તે તેમના માણસો ફાનસ લઈને આવેલા હતા તેથી તેઓ તે મુંઝવણ વગર ટોળામાંથી નીકળી સામી બાજુએ નિર્ભયપણે ઉભાં હતાં. તેમના ફાનસની મદદથી તે ઘણું સ્ત્રી પુરૂષોએ પિતાને રસ્તે સહેલાઈથી કરી લીધો હતે.
આ દેખાવ જોઈ રસિકલાલે કહ્યું “જેય આ ફારસ ? ધર્મશાળામાં નાટક ભજવાયું ને ધર્મશાળાની બહાર આ ફારસ ભજવાય છે.”
ચંદ્રકુમાર કહે “ભાઈ રસિકલાલ ! સનેમામાં જેમ અંધારું થયા પછી અચાનક વીજળીની બત્તીથી અજવાળું થાય છે ત્યારે સહેલાણું પ્રેક્ષકમાં કઈ કઈ સ્થળે કઈ કઈ પ્રસંગે રમુજી દયે જેવામાં આવે છે અને પ્રકાશની સાથે જ તે સાવધ થતાં જણાય છે તે પ્રમાણે અંધારામાં આવી બત્તીઓના પ્રકાશ પડવાથી એવાં દૃશ્ય દેખાય તેમાં શું આશ્ચર્ય ? કેમ માલતી બેન ?”
માલતીએ જવાબ આપ્યો “આ તે વીસમી સદીના વિજ્ઞાન શાસ્ત્રીઓની અભુત કળાનું દિગ્દર્શન કરાવે છે. અંધારાના ભેદી બનાવો વીજળી પ્રકાશ એકદમ અજાયબી વચ્ચે બહાર લાવે છે અને મનુષ્યજાતિને તેનું રહસ્ય સમજાવે છે.”
આ પ્રમાણે થોડીવાર પછી બત્તી ત્યાં મુકવામાં આવી કે ફારસના આ દેખાવ ઉપર પડદો પડ્યો અને રસિકલાલ વિગેરે પિતપિતાને ઘેર ગયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com