________________
વર્ધમાન વિદ્યાલયની સીલ્વર જ્યુબીલી.
૨૧૯
આ સંસ્થામાંથી વિદ્યાથી વિભૂષિત થયેલા વિદ્યાથીઓ પાકશે, તે જ સારાસારને વિચાર કરી શકશે, તેજ પ્રાચીન અને અર્વાચીનની તૂલના કરી વિવેકબુદ્ધિથી સમયસૂચકતા વાપરી વિદ્યાના બળથી જનસમાજને બંધ બેસતા સુધારાની ચેજના તેમના હાથેજ ઘડશે. જુની પુરાણી વાતે કરવાથી કાંઈ વળવાનું નથી. ટૂંકામાં એ કે જેમ નટ દેર ઉપર નજર રાખી પિતાના ખેલ કરે છે તેમ તમે પણ જમાના સામી નજર રાખી તમારી પ્રવૃત્તિઓ ચલાવો. તેમાંજ તમારા વિજયની ચાવી છે. ઓમ શાંતિ ! શાંતિ ! શાંતિ !'
તે પછી પ્રમુખ સાહેબે અંગ્રેજીમાં ભાષણ કરતાં જણાવ્યું– “ધર્મગુરૂઓ, સન્નારીઓ અને ગૃહસ્થ ! જાણીને ખુશી થયો છું કે પચીસ વર્ષમાં આ સંસ્થાએ ઘણું સારી પ્રગતિ કરી છે. રીપોર્ટ ઉપરથી જણાય છે કે લગભગ પચીસ વર્ષમાં આશરે ચારસો વિદ્યાથીઓ ઉચ્ચ કેળવણ લઈ બહાર પડયા છે અને તેઓ નાના મોટા ધંધામાં અને નેકરીમાં જોડાઈ ગયા છે. હાલમાં ત્રણ વિદ્યાર્થીઓ લાભ લે છે. વળી તે સાથે ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે તેથી. જે વિદ્યાર્થીઓ નીકળે છે તે ખરા જન તરીકે બહાર પડે છે.
આજે ખાસ મારું ધ્યાન આપના વયોવૃદ્ધ આચાર્ય મહારાજ ખેંચી રહ્યા છે. તેઓ આવી સંસ્થાઓ માટે પ્રયત્ન કરી રહ્યા છે અને આ વિદ્યાલયના ઉત્પાદક તરીકે એઓ છે તે ખુશી થવા જેવું છે. (તાળીઓ) આવી રીતે સાધુએ ઉપદેશ કરી કામ કરે તે જરૂર જૈનની ઉન્નતિ થાય. ઉપદેશકેની ફરજ છે કે તેમણે ચાલુ પરિસ્થિતિ, સંયોગો અને જમાના તરફ નજર રાખી કામ કરવું જોઈએ. તેમ કરવાથીજ ધારેલે હેતુ બર આવી શકે છે.
વિદ્યાના બળ વડે જ દેશ આગળ વધી શકે છે, તે જ સારા સુધારા કરી શકે છે. વિદ્યાથીજ મનુષ્યજીવન ઉજવળ દેખાય છે. જ્યાં અજ્ઞાન ત્યાં અંધકાર હોય છે. આ પ્રસંગે મને અંગ્રેજ લેખક એડીસનના. શબ્દો યાદ આવે છે. તે કહે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com