________________
૨૧૮
પ્રકરણ ૨૫ મું.
ભારમાં અને લશ્કરી તાલીમમાં માથું મારે, દરેક ખાતામાં હોદ્દા ધરાવેલ, વેપારી તે છે પણ સટ્ટાના વેપારમાં પડી પાયમાલ ન થાઓ, કેળવણું સંપાદન કરી દુનિયાના અર્થશાસ્ત્રનો અભ્યાસ કરી વેપારને ખૂબ કેળવી બીજાઓના હાથમાં ગયેલો વેપાર પાછો મેળવો. સારા ઈજનેરે પાકો, સારા વકીલે અને બેરીસ્ટર થાઓ, બાહોશ ડોકટરે બને, સારા વિજ્ઞાની નીવડે. એમ જુદી જુદી વિદ્યા પ્રાપ્ત કરી સાથે સાથે જૈનધર્મ અને તેના સિદ્ધાંત સમજી જૈનધર્મને દીપાવો. અફસોસની વાત છે કે હીંદી મહાસભામાં નાની નાની કેમે પિતાના હક માગે પણ જનકેમને પિકારજ નહીં. કોણ પિકાર કરે? પિકાર કરવાની તાકાદ જોઈએ. પરિસ્થિતિને સમજીને સમજાવવાની શક્તિ જોઈએ. આ શક્તિઓ પૂરી પાડનાર આ વર્ધમાન વિદ્યાલય છે. આ વિદ્યાલય રૂપ કલ્પવૃક્ષ આજે તે પચીસ વર્ષ પૂરાં કરી છવીસમા વર્ષમાં પ્રવેશ કરે છે. તેને પાણીનું ખૂબ સિંચન કરે. આવી સંસ્થાઓ અસ્તિત્વમાં આવશે તેજ તમારું ભવિષ્ય સુધરવાની આશા છે. તેમાંથી નરરત્ન મકશે અને તેજ રને જાતે શેભી જૈનજનતાને શોભાવી શકશે. વિદ્યારૂપી અલંકારેથી કાયાને દીપાવે. તે જ ખરા અલંકારે છે. ભર્તુહરિ કવિ કહે છે કે –
केयूरा न विभूषयन्ति पुरुषं हारा न चंद्रोज्ज्वला । न स्नानं न विलेपनं न कुसुमं नालंकृता मर्धजाः । वाण्येका समलंकरोति पुरुषं या संस्कृता धार्यते।
क्षीयन्ते खलु भूषणानि सततं वागभूषणं भूषणम् ॥
અર્થાત બાજુબંધથી, ચંદ્ર જેવા ચળકતા હારથી, સ્નાનથી, ચંદન વગેરેના લેપનથી, ફૂલથી, શુભાવેલા વાળથી પુરૂષ શોભતો નથી પરંતુ જે સંસ્કારવાળી વાણી વિદ્વાને ધારણ કરે છે તે વાણથીજ પુરૂષ શેભે છે. તમામ ભૂષણે નાશ પામે છે માટે વાણીરૂપ
ભૂષણ એજ ખરું ભૂષણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com