________________
૨૯૪
પ્રકરણ ૩૧ મું.
“મેનકાને સૂચના આપેલી છે, તમે કહેશે તે પ્રમાણે યુક્તિ રચી આપશે. જરૂર આવજે” એમ કહી ત્યાંથી જયંતીલાલ છુટ પડ્યું અને વરસાદ વરસત હોવાથી ગાડીમાં બેશી પિતાને ત્યાં ગયો.
જયંતીલાલ ઘેર આવી કપડાં ઉતારી આરામ ખુરશી ઉપર, આડો થયો. વીરબાળાએ આવીને પુછ્યું “આજે વધારે થાક લાગે હોય એમ જણાય છે.”
મેનકા વચ્ચે બોલી “શેરની દલાલીનું કામ કાંઈ જેવું તેવું નથી, ગ્રાહકોને ત્યાં આંટા મારવા પડે છે, થાક લાગે તેમાં શી નવાઈ?” એમ કહી મેનકા મેં લેવા માટે પાણીનો પ્યાલો ને રૂમાલ લાવીને સામી ઉભી રહી. જયંતીલાલ મેં ધોઇને તૈયાર થયો કે વીરબાળા બેલી “રસોઈ તૈયાર છે, જમવા ચાલે.”
જયંતીલાલ જમવા બેઠો. મેનકા વચ્ચે બોલી “બારણાં હમણાં બંધ જ રાખુંને? કેાઈ આવનાર તે નથીને ?”
જયંતીલાલે કહ્યું, “ના, અત્યારે કોઈ આવનાર નથી. આઠ વાગે પેલા બાબુ સાહેબ આવવાના છે.”
મેનકા–“ક્યા બાબુ સાહેબ ?”
જયંતીલાલ–“પેલા ઝવેરી બાબુ પ્રાણલાલ શેખીન અને ભપકાદાર છે તે.”
મેનકા–“હા હા ઓળખ્યા, તે તે બહુ લાયક અને ખાનદાન છે. તેમને કેમ રોજ લાવતા નથી? કેમ શેઠાણુ! ઓળખ્યા ને?” એમ કહી મેનકા હશી ગઈ.
વીરબાળા-“મને બરાબર યાદ નથી, તે તે તારે યાદ રાખવું.”
મેનકા–“કેમ ભૂલી ગયાં ? તમારી જરા મશ્કરી કરવા ગયા તેથી તમે જતાં રહ્યાં. હું તમારી પાસે આવી એટલે તમને ધીરજ આવી.”
વીરબાળા–“હા, હવે યાદ આવ્યું. તે જરા મશ્કરીખોર છે. બીજા આવે છે તે તે મેનકા સાથે વાત કરી અંદર ચાલ્યા જાય છે. પણ આ તો અટકચાળા છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com