________________
વીરબાળાને સપડાવવા મેનકાની કપટજાળ.
૨૯૩
એમ વાત કરતા જોડેની હોટલમાં એક ઓરડામાં તેઓ બેઠા અને બે કપ સ્પેશીઅલ ચાનો ઓર્ડર કર્યો. આ બાબુ સાહેબનું નામ પ્રાણલાલ હતું, શેર અને ઝવેરાતને ધંધો કરતે હતો. સ્વછંદી આચરણ હોવાથી બાબુ સાહેબ કહેવાતા.
મેંમાં બીડી રાખી ધુમાડે કાઢી પ્રાણલાલ કહેવા લાગ્યો “ભાઈ જયંતીલાલ ! વચ્ચે બે દિવસ બસંતીલાલને ત્યાં ગયો હતો. તેમનો આગ્રહ વધારે હતો એટલે ત્યાં આનંદ કરી આવ્યો. આજે જરૂર તમારે ત્યાં આવીશ. તમે બંને જણે ઠીક બુલબુલ રાખ્યાં છે, પણ હજુ તમારું બુલબુલ શરમાળ જણાય છે. તેને બદલે પેલી મેનકા ઠીક કામ ઉપાડી લે છે. ચટકટકવાળી ચાલાક જણાય છે. તેને કહેને કે તે તમારા બુલબુલને પાટા ઉપર ચડાવી દે.”
“બાબુ સાહેબ ! હું હમેશાં મેનકાને કહું છું. તેણે જરા ઠઠ્ઠા મશ્કરી ઉપર તો ચડાવી છે પણ હજુ અડપલું કરતાં સંકોચાય છે. ધીમે ધીમે મેનકા મારફત કામ લેવાય છે. તમે પણ જરા તેને ભોળવતા જાઓ તે છુટ લેતી થાય.”
જયંતીલાલ ! અઠવાડીઆ ઉપર હું આવ્યો હતો ત્યારે જરા મશ્કરી કરી રંગ જમાવવાનો ઈરાદો કર્યો હતો પણ મારા મનમાં એવો વિચાર આવ્યો કે કદાચ તમારી ગેરહાજરીમાં તે બુમ પાડે તો બાજી બગડે માટે એટલેથી અટક. આજે તમારી હાજરીમાં બુલબુલને છેડીએ. તે છે તો ઘણું ભોળી, લાલચ ઉપર ચડાવું, કદાચ ભોળવાય. અને એકવાર જરા છુટ થઇ એટલે પછી તે વાંધાજ નથી.”
“બસ એટલું જ કામ છે. આજે જરૂર આવે અને સાથે લાલચનાં સાધન લેતા આવજે.”
આજે રાત્રે આઠ વાગે આવીશ. જે તાલ જામે તો તમારે ત્યાં સુઈ રહીશ; નહીં તે પછી બાર વાગે પાછો આવીશ. આગળની તૈયારી કરી રાખજે. પેલી મેનકાને એવી ભણાવી રાખજે કે આપણું કામ સાધવામાં હરકત ન આવે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com