________________
૩૪૬
પ્રકરણ ૩૪ મું.
અશ્વિનીકુમાર–“તમે બંને જરૂર તમારા પિતાશ્રીને મળી બક્ષીપુર જઈ બરાબર તપાસ કરી આવો. મારી ઇચ્છા એવી છે કે ચાર પાંચ દિવસની રજા લઈ ત્યાં ઉપડે.”
એ રીતે સલાહ મેળવી નિશ્ચય ઉપર આવી ટેબલ ઉપર આ-- વેલી ચાને ઇનસાફ આપી ત્યાંથી નીકળી તેઓ ચંદ્રકુમારને ત્યાં ગયાં અને ત્યાંથી કલ્યાણને સાથે લઈ રસિકલાલ અને માલતી પિતાને ઘેર આવ્યાં. મેનેજરની રજા મેળવી બીજા દિવસે સવારે ચંદ્રકુમાર અને સરલા પોલીસને માણસ સાથે રાખી ટ્રેનમાં અમરાપુર ગયાં. ત્યાં જઈ ચંદ્રકુમારે તમામ હકીકત તેમના પિતા અવંતીલાલને કહી સંભળાવી.
અવંતીલાલ–“મેં અત્રેથી તેના મામાને ત્રણ ચાર કાગળે લખ્યા પણ જવાબ જ નથી.”
ચંદ્રકુમાર–“ ત્યારે અમે કાલે બક્ષીપુર જઈ આવીએ ?”
અવંતીલાલ “ જવાની જરૂર જેવું છે, મને ફકર થાય છે.. કાલે જઈ આવો.”
એમ નિશ્ચય કરી બીજા દિવસે સવારે ૧૦ વાગે જમીને ચંદ્રકુમાર અને સરલા, પિોલીસને માણસ અને નેકર સાથે રાખી મોટરમાં બક્ષીપુર ગયાં. બપોરે ત્યાં પહોંચ્યાં. પુછતાં પુછતાં સરિતાના મામા કેસરીમલના ઘર આગળ જઈ ચંદ્રકુમારે પુછ્યું “કેસરીયલનું ઘર આને ?”
તે સાંભળી અંદર બેઠેલી તેની વિધવા બેન નવલકુંવરે તરતજ જવાબ આપે, “હા તેમનું ઘર આ, પણ તે તે બહારગામ ગયા છે. આ અંદર, હું તેમની બેન છું. શું કામ છે?” એમ એળખાણ આપી શેત્રુંજી પાથરી. તે બધાં અંદર જઈ બેઠાં. નવલકુંવરે પાણી લાવી આપી પુછયું “કેમ તમારે ક્યાં રહેવું ?” ચંદ્રકુમારે જવાબ આપ્યો “અમારે અમરાપુર રહેવું, અને તે તમારી ભાણું સરિતાને તપાસ કરવા આવ્યા છીએ. તેની મા મરી ગયા પછી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com