________________
૧૦૦
પ્રકરણ ૧૪ મું.
ગઈ સાલમાંજ દીક્ષા આપી છે. તે શીવાય પેલાં કુમુદશ્રી, કમળાશ્રી, કેસરશ્રી કાંતિશ્રી વગેરે સાધ્વીઓ બેઠી છે તે બધાને હમણાં બે ચાર વર્ષોમાં દીક્ષાઓ આપેલી છે.”
ફોજદાર–“આ બધાંએ રાજી ખુશીથી દીક્ષા લીધેલી ?”
આચાર્ય“હા, અમે કોઈને સંતાડીને કે કોઈને કલેશ કરાવીને દીક્ષા આપતા નથી.”
જદાર-“કૃપા કરી તમામ સાધુઓ અને સાધ્વીનાં નામ વિગેરે લખાવશો ?”
આચાર્ય–“ભલે સુખેથી લખી લે.”
પછી ફેજદારે પુછીને સાધુ સાધ્વીનાં નામ, ગુરૂનાં નામ સંસારીપણાનાં નામ ઠામ ગામ વગેરે લખી લીધાં.
આ પ્રમાણે જવાબ લેવાઈ રહ્યા કે ન્યાતના શેઠ મનસુખલાલ તથા ધરમચંદ આવ્યા, તેમને જોઈ ફેજદારે કહ્યું “આપ શ્રીમંત ગૃહસ્થ છે, આપને એટલી વિનંતી કરવાની છે કે આ સાધુઓ અને સાધ્વીઓ અમારે હુકમ થતાં સુધી અહીંથી જાય નહીં તેવી તમારે જામીનગીરી આપવી પડશે. અમે જ્યારે બેલાવીએ ત્યારે તેમને હાજર કરવા.”
આચાર્ય “અમારે સોને કાલ તે વિહાર કરવાનું છે.
ફેજદાર–“તે બધી વાત તે ખરી, પણ મારે તે જે હુકમ છે તેનો અમલ કરવો પડે. આપ મોટા આચાર્ય છે તેથી આપના મેભાને છાજે તેવી રીતે કામ લઈએ છીએ અને તે કારણથી શેઠને જામીન માટે વિનંતી કરીએ છીએ, એમાં કાંઈ હરકત નથી.”
શેઠ મનસુખલાલ તથા ધરમચંદ આ સાંભળી ગભરાયા. આચાર્યને જરા દૂર બાજુના ઓરડામાં લઈ જઈ કાનમાં કહેવા લાગ્યા “કેમ શું કરવું? આ તે સરકારી કામ? આપણે અહીં નહીં ચાલે, કહે જામીન થઈએ કે નહીં ? નહીં તે કાયદા પ્રમાણે
સૂચનાપત્ર કાઢી અટકાવશે. અમે જામીન થઈએ છીએ, પણ જેજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com