________________
ધર્મશાળામાં પોલીસની ધમાલ.
જદાર–“આપે હમણાં બે જણને દીક્ષા આપી તે ક્યાં છે?”
આચાર્ય–“જુઓ, આ કસ્તુરવિજયજી જેમનું સંસારીણાનું નામ કસ્તુરચંદશેઠ હતું અને જુઓ પેલાં દૂર બેઠેલાં ચતુરશ્રી સાધ્વી જેમનું સંસારીપણાનું નામ ચતુરાબાઈ હતું. અમારા ધર્મ પ્રમાણે દીક્ષા લઈ તરતજ બહાર ગામ વિહાર કરવો જોઈએ તે પ્રમાણે તેમણે વદ ૭ના રોજ પાસેના ગામમાં વિહાર કરી વદ ૯ના રેજ અત્રે આવેલાં છે.”
ફેજદાર–“તે બંને જણે રાજીખુશીથી દીક્ષા લીધી છે?”
આચાર્ય-“હા. ખાત્રી કરવી હોય તે મહાજનને પુછી જુઓ. કાગળના પણ પુરાવા છે.”
જદાર–“ચંપકલાલ નામના છોકરાને દીક્ષા આપી છે ?”
આચાર્ય–“ના. મેં તેના ગુમ થયા સંબંધી છાપામાં નેટીસ વાંચી છે. જુઓ આ બધા ચેલા, તેમાં હોય તે ફેટા પ્રમાણે જોઈ એળખી લો.”
જદાર–“કઈ બે સાધુ તમારાથી તકરાર કરી અહીંથી ચાલ્યા ગયા છે?”
આચાર્ય-“હા. અમારી આજ્ઞામાં ન રહેવાથી કાઢી મુક્યા.”
જદાર–“અમારા જાણવામાં આવ્યું છે કે તમારા કોઈ .ચેલાએ અહી મહા વદ ૭ ના રોજ એક નાના છોકરાને દીક્ષા આપી છે, તે દીક્ષાની ક્રિયા કરાવા સંબંધી વાંધો પડવાથી તમારા બે ચેલાઓ તમારાથી છુટા પડ્યા છે તે વાત ખરી કે ટી?”
આચાર્ય-બીલકુલ બનાવટી વાત છે. તે ચેલા તદન નાલાયક હતા તેથી કાઢી મુક્યા છે.”
જદાર–“તમારે ત્યાં ઉત્તમથી કરીને સાધ્વી છે તેમને દીક્ષા લીધે કેટલાં વર્ષ થયાં ?”
આચાર્ય“તેમને તો ઘણાં વર્ષ થઈ ગયાં. જુઓ પેલાં બેઠાં તે. તેમની જોડે પેલાં ચંદન શ્રી બેઠાં છે તે તેમનાં ચેલી છે, તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com