________________
લાલભાઈ(શેઠની અંધ શ્રદ્ધા.
૨૦૭
આ પત્રિકાઓથી ગરબડ ખૂબ વધી પડી. આચાર્યના હાથમાં પણ કેઈએ પત્રિકા મુકી. મહારાજે પ્રથમ ચાર લીટીઓ વાંચી ધિકકારની સાથે ફેંકી દીધી. વાત ચર્ચાવા લાગી. લાલભાઈ વાતાવરણ સમજી ગયા અને તરતજ આચાર્યને ત્યાંથી ઉપર લઈ ગયા કે ધીમે ધીમે સૌ વેરાઈ ગયા.
આ પ્રમાણે વિરોધ થવાથી અને મારામારીને સંભવ લાગવાથી લાલભાઈ અને બીજા ચાર પાંચ શેકીઆએ આચાર્યને ત્યાં નહીં રાખતાં લાલભાઈ શેઠના બંગલાની જોડે તેમને ખાલી બંગલો કે જેનું ના: લાલભવન હતું ત્યાં લઈ ગયા. અહીં તેમના ભકતોની ખાસ મંડળી મળતી હતી. ભકત પૈસાવાળા રહ્યા એટલે તેમના આશ્રિત અને ખાંધીઆઓ આચાર્યની ચાકરીમાં ગોઠવાઈ ગયા. લાલભાઈ શેઠની આસ્થા તેમના ઉપર એટલી બધી બેશી ગયેલી કે તે તેમની આંખેજ દેખતા. મીલના એજંટ હોવાથી કામમાંથી ઉંચા આવી શકતા ન હતા તે પણ ગમે તેમ વખત કાઢી મહારાજની સેવામાં રહેતા.
એક રાત્રે મહારાજ અને લાલભાઈ બંને જણ એકાંતમાં વાતે કરતા હતા તેવામાં આચાર્યે કહ્યું “લાલભાઈ શેઠ ! જુઓ મને પંચાવન વરસ થવા આવ્યાં. મારી જન્મકુંડળીમાં અઠ્ઠાવનમા વરસે કાળ છે, એટલે બાકી ત્રણ વરસ રહ્યાં. મારી પ્રતિજ્ઞા બર ન આવી તે મને ખાત્રી છે કે મારે ફરી પાછે આ ભવ લેવો પડશે માટે તમે ગમે તેમ કરી એકસે આઠ ચેલા પૂરા કરી આપે, હજુ છપન ચેલા ખુટે છે.”
લાલભાઈ–“મહારાજ! હું એજ પેરવીમાં છું, મારી મીલમાં કેટલાક શ્રાવકે છે તેમને લાલચ આપી છે, તેમના કુટુંબમાં કેટલીક વિધવાઓ પણ છે તે પણ તૈયાર થશે, મેં તે ચારે તરફ મારવાડ, કાઠીઆવાડ, ગુજરાત, તથા ઠેઠ મુબઈ, પૂના, ભુસાવળ અને રતલામ કલકત્તા કરાંચી સુધીના પ્રદેશમાં માણસો છોડી દીધા છે.'
આચાર્ય–“શાબાશ ! લાલભાઈ! હું તે એમ સમજતો હતો કે તમે બોલતા નથી એટલે વાત ભૂલી ગયા હશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com