________________
૬૬
પ્રકરણ ૧૦ મું.
પૈસા ખરચ કરવા. ગૃહસ્થાશ્રમ તે એક પાપની ખાણ છે, નરક છે; તેમાં પડી રહેવાથી કોઈ ફાયદો નથી. ગૃહસ્થાશ્રમને વખાણનારા સાધુઓ અને સંસારીઓ પોતાનું તે બગાડે છે અને તેમની સાથે પારકાનું પણ બગાડે છે. બંનેને આ ભવ તો નિષ્ફળ નીવડે છે એટલું જ નહીં પણ ઉલટ પાપનો પોટલો બાંધી નરકગામી થાય છે. ગૃહસ્થાશ્રમને વખાણનારા સાધુઓને અને સંસારીઓને એક વાર નહીં પણ હજાર વાર ધિક્કાર છે. એમ શાસ્ત્રઆધારે હું તમને કહું છું.
ધન્ય છે બે ભવી જીવોને! તે મોક્ષાભિલાષી બે જીવોની ઓળખાણ કરાવતાં મને આજે ઘણો જ આનંદ થાય છે. કસ્તુરશેઠ તે તમારા શહેરનાજ છે, તેમને તમે સારી રીતે ઓળખો છે. તેમનાં વખાણ કર્યા કરતાં મારે તેમનાં પુણ્યશાળી, ધર્મરાગી, ધર્મપત્ની તારાબાઈનાં વખાણ કરવાં પડે છે. યુવાન વય હોવા છતાં પિતાના ધણીને ઉલાસથી દીક્ષા અપાવે છે; કેટલો બધે તેમને ધર્મરાગ ? કેટલી બધી સાધુ પ્રત્યે ભક્તિ! અને કેટલી બધી ધર્મ ઉપર શ્રદ્ધા ! આવી સ્ત્રીઓ જ્યારે પાકશે અને પિતાના ધણીને પાસે રહી દીક્ષા અપાવશે ત્યારેજ ધર્મ અને સમાજને ઉદ્ધાર થશે. હું તારાબાઈની શ્રદ્ધા માટે જેટલાં વખાણ કરું તેટલાં ઓછાં છે. હાલમાં તે એવી ફુવડે પાકી છે કે ધણું દીક્ષા લેવા નીકળે છે એટલે તે સાધુનાં છાજી લે છે અને ખુબ રૂદન કરી દુનિયાની દયા મેળવી સાધુને ફજેત કરે છે. ધિક્કાર છે તેવી કુલટા સ્ત્રીઓને.
ઘણું દીક્ષા લેતે હોય તે તારાબાઈની માફક તેમાં ઉલટથી ભાગ લે અને મોહ માયા અને રાગ રૂપ ઝેરી સર્પોને શ્રદ્ધા રૂપ મજબુત લાકડી ઉપર ચડાવી દુર ફેંકી દેવા જોઈએ. ધન્ય છે તે પુણ્યશાળી જીવને કે પિતાના ધણને મોક્ષ માર્ગે ચડાવી પોતે આનંદ માને છે.
હવે બીજાં દીક્ષાભિલાષી ચતુરાબાઈ છે. તેમનાં માબાપ અત્રે આવ્યાં છે, તે કનકનગરનાં રહીશ છે. જેવાં ધર્મરાગી માબાપ તેવાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com