________________
દીક્ષાર્થીઓની ઓળખાણુ.
६७
તેમનાં દીકરી પાકે તેમાં શી નવાઈ ? છ માસથી તેમનું મન દીક્ષા તરફ વળી ગયું છે. માબાપ આગળ તે વિચાર જાહેર કરતાં માબાપ ઘણાંજ ખુશી થયાં ! એ દિવસ કયાંથી કે દીકરી દીક્ષા લે. પરણેલી છે એટલે તેના ધણની રજા જોઈએ, એમ લોકલાજની દષ્ટિએ તેના માબાપની માન્યતા હોવાથી માબાપે તેમના જમાઈની સંમતિ પણ પત્ર લખીને મંગાવી છે. આ સ્થળે પણ મારે ચતુરાબાઈ કરતાં તેમના વિદ્વાન પતિ રમણિકલાલ નાણાવટી જે ગ્રેજ્યુએટ છે તેમની પ્રશંસા કર્યા વિના ચાલતું નથી. અંગ્રેજી ભણેલા છે છતાં ધર્મ ઉપર અને તેમાં વળી દીક્ષા ઉપર કે રાગ છે અને પિતાની યુવાન સ્ત્રીને દીક્ષા લેવા માટે ખરા દિલથી હા પાડે છે તે તેના આવેલા સંમતિ પત્ર ઉપરથી સ્પષ્ટ જણાય છે. દિલગીરી એટલી છે કે તે હૈોસ્પીસ્ટલમાં અસાધ્ય માંદગીના બિછાને પડેલા છે એટલે અત્રે આવીને દીક્ષામાં ભાગ લઈ શકતા નથી. તેમને પત્ર વાંચવા જેવું છે માટે ધરમચંદશેઠ તે પત્ર સભા સમક્ષ વાંચી સંભળાવશે.”
આચાર્યની આજ્ઞા થવાથી ધરમચંદ શેઠે તે કાગળ મોટા અવાજે વાંચી સંભળાવ્યો કે આચાર્ય બોલ્યા “કેમ કેવો પત્ર છે? હાલમાં કેટલાક અંગ્રેજી ભણું અંગારા પાકેલા છે તેમને માટે આ પત્ર એક દિષ્ટાંત રૂપ છે. કનકનગરની “વર્ધમાન વિદ્યાલય”ના કાર્યવાહકે ઉપર મોકલી આપવા જેવો છે. ધન્ય છે તે રમણિકલાલને, ચતુરાબાઈને અને તેમનાં માબાપને.
આ પ્રમાણે આચાર્યશ્રી દીક્ષાભિલાષીઓની ઓળખાણ અને પ્રશંસા કરી રહ્યા છે તેવામાં છાપખાનાવાળાને માણસ આવીને ન્યાતના શેઠના હાથમાં એક બંડલ આપી ચાલ્યો ગયો. તે જોઈ આચાર્યે પુછ્યું “કેમ શેઠ શું છે?”
“સાહેબ! કાલના દીક્ષા મહોત્સવની કંકુત્રીઓ છપાઇને આવી છે.” એમ કહી બંડલ છેડી તેમાંથી પાંચ પ્રતો મહારાજના હાથમાં મુકી અને બીજી બધાંને વહેંચવા માંડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com