________________
દીક્ષાર્થીઓની ઓળખાણ.
૬૫
પ્રકરણ ૧૦ મું. દીક્ષાથીંઓની ઓળખાણ અને દીક્ષાની આમંત્રણ પત્રિકાનું વાંચન.
(હરિગીત.) જે માણસો નિજ લોભની લાલચ મહીં લપટાય છે, વિચાર તે કરતા નથી કે કૃત્ય કેવાં થાય છે; અંતર સ્વરૂપ સમજે નહીં ને ઉપરથી હરખાય છે,
જ્યારે ફજેતી થાય છે ત્યારે પૂરે પસ્તાય છે. –લેખક. બીજે દિવસે સવારના આઠ થયા કે આચાર્યશ્રી હંમેશના નિયમ પ્રમાણે વ્યાખ્યાન આપવા માટે પાટપર બિરાજમાન થઈ ગયા. જાગૃત થએલે ક્રોધ તો તેમના માનીતા ચેલા ચકારવિજયની અકકસીર દવાના ઉપચારોથી ક્યારને શમી ગયો હતો એટલું જ નહીં પરંતુ બે જણને દીક્ષા આપવાને અમુલ્ય પ્રસંગ પ્રાપ્ત થયેલો હવાથી ખુબ આનંદમાં આવી ગયા હતા.
આવતી કાલે કહુચંદશેઠને તથા કનકનગરની બાઈ ચતુરાને દીક્ષા આપવાનું કરેલું હોવાથી આજે વ્યાખ્યાનમાં શું બને છે તે જાણવાની ખાતર ઘણું સ્ત્રીપુરૂષોએ હાજરી આપી હતી.
આચાર્યે તે આજે દીક્ષાનો વિષય હાથમાં લીધે. વિવેકની મર્યાદા કેરે મુકી મેટા અવાજે તે બોલવા લાગ્યા “મોક્ષને માટે ત્યાગમાર્ગ શીવાય બીજો એક પણ રરતો નથી. માટે દરેક સ્ત્રી પુરૂષે દીક્ષા લેવી, જે દીક્ષા લેવા પુણ્યને ઉદય ન હોય તો તે લેવાની ભાવના પણ રાખવી અને આકરામાં આકરી બાધા પણ લેવી, જે ઘરમાંથી એક પણ માણસ દીક્ષા ન લે તે ઘર સ્મશાન બરાબર છે. કદાચ પાપના ઉદયથી પોતાનાથી દીક્ષા ન લેવાય તે બીજાઓ પાસે દીક્ષા લેવરાવવાનો પ્રયત્ન કરે, તેમાં મદદ કરવી, અનુમોદન આપવું અને ખુબ ધામધુમથી દીક્ષા મહોત્સવ ઉજવવા ઉદાર દિલથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com