________________
૨૪૫
એક બાળાને ખુલ્લે પત્ર ૪૮ .-.-. . --~ -- ~ચડાવનાર તમને નરકેસરી બનાવતા નથી, પરંતુ નરકેશ્વરી અર્થાત નરકના અધિકારી બનાવે છે તે જરા જૈન ફીલોસોફીની દષ્ટિથી જુઓ, ખરા બારવ્રતધારી અને શાસનપ્રેમી થવા માગતા હો તે અયોગ્ય દીક્ષાની કલેશમય ધમાલ છેડી દો, માનને ત્યાગ કરે, માનથી જરૂર અધોગતિ થશે. છેવટમાં આપને લખી જણાવું છું કે
વીર મારા ગજ થકી ઉતરે,
ગજ ચડે કેવળ ન હાય રે ... એ પ્રમાણે બ્રાહ્મી અને સુંદરીએ પોતાના ભાઈ બાહુબળને આપેલો ઉપદેશ ધ્યાનમાં લો. અભિમાનરૂપી ગજ ઉપરથી ઉતર્યા પછી જ કેવળજ્ઞાન થયું હતું તે વાત ભૂલી ન જાઓ. કનકનગર,
લી. આપની ધર્મભગિની, વૈશાખ વદ ૫ મિ. સા. નેહલતાના જયજીનેં વાંચશે.
આ પ્રમાણે બાઇના હાથને લખેલે ખુલ્લે પત્ર વાંચી બધા આશ્ચર્યચકીત થઈ ગયા. કેટલાક સમજુ ગૃહસ્થો બાઈના અકેક વાક્યની કીંમત ટાંકતા હતા અને અંદર અંદર પ્રશંસા કરતા હતા. પણ હવે શું કરે? આચાર્યના હુકમથી બધું તંત્ર ચાલતું હતું. આચાર્યનું મેંઠું જાણે એરંડીઉં પીધું હોય તેવું થઈ રહ્યું. તે પણ “મીયાં પડયા પણ ઘેડે તો ચડયા” એ કહેવત અનુસાર તાડુકે કરી આચાર્ય કહેવા લાગ્યા “શું આ બાઈના લખવાથી લાલભાઈ જે શેઠ નમતું મૂકશે? એવાં તો ઘણાંએ પેતરાં બહાર પડે ! દીક્ષાવાજીંત્ર આગળ તેની શી કીંમત છે? આપણે તો જે કરતા હોઈએ તે કરેજ જવું. લાલભાઈને કહેવું કે આવા લેખો તરફ ધ્યાન નહીં આપતાં લગ્નનો ઉત્સવ સારી રીતે ઉજવે. એ રીતે વાત કરી ત્યાંથી કહેવાતા શાસનપ્રેમીએ વિદાય થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com