________________
૨૬૪
પ્રકરણ ૨૯ મું.
છીએ. હું તે સહન કરી શકે તેવી છું પણ આ બેન બહુ મુંઝાય છે, બે દિવસથી અન્નપાણું બંધ જેવું છે. આજે બપોરના પરાણે મેં તેને ખવરાવ્યું છે.” એમ કહી જયંતીલાલને બાજુના ઓરડામાં લઈ જઈ ખાનગીમાં કહેવા લાગી “તમે શ્રાવક છે એટલે તમારી આગળ હું ખરી વાત કરું છું. આ બેનને હું તથા બીજા બે શ્રાવકે કંચનશ્રી સાધ્વી પાસે છાની રીતે લઈ જવા કુંદનગામે મેળાના બહાને લાવ્યા, ત્યાંથી અમારે વિચાર ભુસાવળ આવી ત્યાંથી ખંડવા થઈ મહુ સ્ટેશને ઉતરી મેટરમાં જ્યાં કંચનશ્રી હોય ત્યાં લઈ જવાનો નિશ્ચય હતે પણ મેળામાં ભૂલાં પડયાં, પેલા બે શ્રાવકને શોધ્યા પણ જડયા નહીં. હું તે ઘણું ગભરાઈ. તેમાં મોટરવાળો અને બીજા બે બદમાસે મળ્યા અને અમને આમ ફસાવ્યાં. માટે જે તમારાથી બને તે કંચનશ્રી સાધ્વી પાસે લઈ જાઓ. ઘણે ભાગે તે મધુરી ગામે કે એટલામાં હશે. તમે શ્રાવક છે એટલે ઓળખતા હશે એમ સમજી આ ખાનગી વાત તમારા આગળ જાહેર કરું છું. સરિતા આમાંનું કાંઈ જાણતી નથી. સારું થયું કે તે બે બદમાસો અમને તમારે ત્યાં મુકી ગયા. નહીં તે અમારી પૂરી દુર્દશા હતી.”
જયંતીલાલ–“તમારે અને રહેવાની મરજી હોય તે મારે ત્યાં સુખેથી રહે અને સરિતાને મોકલી આપવાની તજવીજ કરું.”
મેનકા–“તેને મારા ઉપર ખોટું ન લાગે તે પ્રમાણે ગોઠવણ કરે.” એમ વાતચીત કરી બંને સરિતા પાસે આવ્યાં.
મેનકા–“મને મારી ચિંતા કરતાં આ સરિતાની વધારે ચિંતા છે. તેના મામાએ મને ખાસ ભલામણ કરી છે.”
વીરબાળા–“સરિતા બેન ! હવે તમે મનમાંથી ચિંતા કાઢી નાખો. તમારા ભાઈ તમને તમારા મામા પાસે મુકી આવશે.” આથી સરિતાને ધીરજ આવી.
જયંતીલાલ-સરિતાબેન ! હું કાલે તપાસ કરી આવીશ અને સારી સેબત મળશે તો તમને બક્ષીપુર મોકલી આપીશ. જે નહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com