________________
સરિતાના સંકટની શરૂઆત. સ્વછંદી મેનકા. ૨૬૩ mm ચાલે અમારી મોટરમાં' એમ કહી ગૃહસ્થ જેવા જણાતા જોડે ઉભેલા બે પુરૂષને બતાવ્યા. તેમણે પણ અમને કહ્યું “બેન ! જરાએ ડર રાખશે નહીં. આ મેળામાં તે કઇ કેઈને પત્તો લાગશે નહીં માટે રાહ જોયા શીવાય ચાલે. હમણું એક બે કલાકમાં બક્ષીપુર લઇ જશે. આ પ્રમાણે કહેવાથી અમે તેમના ઉપર ભરોસે રાખી મોટરમાં બેઠાં અને મોટર ઉપડી.”
જયંતીલાલ–“પછી શું બન્યું ?”
મેનકા–“અમારા મનમાં કે હમણાં બક્ષીપુર આવશે. પરંતુ બક્ષીપુર નહીં આવતાં રાત્રે ભુસાવળ સ્ટેશન આવેલું જણાયું. અમને તથા પેલા બે માણસને ઉતારી મોટર ચાલતી થઈ. અમે ગભરાયાં પણ શું કરીએ ? કાંઈ બોલ્યાં નહીં અમને ધીરજ આપવા પેલા બે માણસે કહેવા લાગ્યા “આ મેટરવાળે કઈ બદમાસ જણાય છે. એટલું વળી સારું થયું કે વગડામાં નહીં ઉતારતાં અહીં ઉતાર્યા. હશે ચિંતા નહીં, આપણે રેલમાર્ગે નવાપુર જઈ ત્યાંથી અમરાપુર થઈ મોટરમાં બક્ષીપુર જઈશું. અત્યારે અહીં પડી રહેવું જોખમ ભરેલું છે, માટે હમણું ન આવે તેમાં જઈએ. તમારે જરા પણ ચિંતા કરવાની નથી.' આમ અમને સમજાવી કાલે રાત્રે ટ્રેનમાં બેસાડી આજે રાત્રે અમને અહીં લાવી ઓરડીમાં મુકી એ ભાઈને સોંપી ચાલ્યા ગયા.” - જયંતીલાલ–“તે કોણ હતા તે તમે જાણે છે?”
મેનકા–“ના, તે અમે જાણતાં નથી. આવી અમારી દુર્દશા થઈ છે. હવે તમે અમને ગમે તેમ કરી બક્ષીપુર પહોંચાડે તે તમારે ઉપકાર થાય. અમારાં ભાગ્ય કે તમે શ્રાવક ભાઈ મળી આવ્યા.”
જયંતીલાલ–“હવે તમે જરા પણ ચિંતા કરશો નહીં. ઘર જેવું સમજજે. હવે તે મારી ફરજ છે કે તમને ઠેકાણે પાડવાં. જરા પણ મનમાં અવિશ્વાસ કે શંકા લાવશે નહીં.”
મેનકા–“ અમને તો પ્રભુએજ મદદ કરી એમ સમજીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com